નવી દિલ્હીઃ હિન્દુ પંચાગ અનુસાર દર વર્ષે જેઠ મહિનાની અમાસ પર કર્મફળદાતા સૂર્યપુત્ર અને ન્યાયના કારક ભગવાન શનિની જયંતી મનાવવામાં આવે છે. આ વર્ષે 19 મે 2023ના શનિ જયંતી છે. જ્યોતિષશાસ્ત્રમાં શનિ ગ્રહનું ખાસ મહત્વ હોય છે. બધા નવ ગ્રહોમાં શનિ સૌથી મંદ ગતિથી ચાલનાર ગ્રહ છે અને તેને ક્રૂર ગ્રહ માનવામાં આવે છે. શનિદેવ વ્યક્તિઓને તેને દ્વારા કરવામાં આવેલા કર્મો અનુસાર શુભ કે અશુફ ફળ પ્રદાન કરે છે. વૈદિક જ્યોતિષ માન્યતાઓ અનુસાર જે જાતકોની કુંડળીમાં શનિની છાયા અશુભ હોય છે કે પછી કુંડળીમાં આડી દ્રષ્યિ પડે છે તેણે ઘણા પ્રકારની શારીરિક, માનસિક અને આર્થિક મુશ્કેલીમાંથી પસાર થવું પડે છે. શનિદેવ લગભગ અઢી વર્ષ સુધી કોઈપણ એક રાશિમાં રહે છે, ત્યારબાદ તે બીજી રાશિની યાત્રા શરૂ કરે છે. શાસ્ત્રોમાં શનિદેવને પ્રસન્ન કરવા માટે અનેક પ્રકારના ઉપાય કરવામાં આવ્યા છે. શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિ જયંતિનો તહેવાર ખૂબ જ ખાસ છે. આ વર્ષે શનિ જયંતિ ખૂબ જ ખાસ છે. ગ્રહોની ચાલની દ્રષ્ટિએ શનિ જયંતિના દિવસે અનેક દુર્લભ અને શુભ યોગો બની રહ્યા છે. આ સિવાય શનિ જયંતિ પર કેટલીક રાશિઓ પર શનિદેવની વિશેષ કૃપા રહેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શનિ જંયતી 2023 અને શુભ રાજયોગ
19 મેએ અમાસ તિથિ પર શનિ જયંતીની ઉજવણી થશે. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વખતે શનિ જયંતી પર શોભન યોગનું નિર્માણ થઈ રહ્યું છે. જ્યોતિષ શાસ્ત્રમાં શોભન યોગને શુભ માનવામાં આવે છે. પંચાગ અનુસાર શોભન યોગ સાંજે 6 કલાક 16 મિનિટ સુધી રહેશે. આ સિવાય શનિ જયંતી પર શનિદેવ સ્વંયની રાશિ કુંભમાં રહેતા શશ રાજયોગનું નિર્માણ કરશે. તો મેષ રાશિમાં ગુરૂ અને ચંદ્રમાની યુતિથી ગજકેસરી રાજયોગ બનશે. આ યોગોના નિર્માણથી આ વખતે શનિ જયંતી મહત્વની રહેવાની છે. 


આ પણ વાંચોઃ બ્રહ્મચર્યનું પાલન નથી કરતા અધોરી સાધુ-સંતો, લગ્ન કર્યા વિના બાંધે છે શારિરીક સંબંધ!


શનિ જયંતિ પર આ રાશિઓ પર રહેશે વિશેષ કૃપા


મેષ
તમારી રાશિમાં શનિદેવ અગિયારમા ભાવમાં એટલે કે કુંડળીના પ્રથમ ભાવમાં બિરાજમાન છે. આ રાશિના લોકોને સારો નફો અપાવવાનું કામ કરશે. શનિદેવની કૃપાથી આ સમયે વેપારમાં લાભની સ્થિતિ છે, જ્યારે મિત્રો તરફથી સહકાર મળવાની સંભાવનાઓ દેખાઈ રહી છે. સંશોધન કાર્યમાં રોકાયેલા લોકો આ સમયે સારા પરિણામ આપી શકશે. બેન્કિંગ અને મશીનના કામ સાથે જોડાયેલા લોકોને કંઈક નવું કરવા મળી શકે છે. આ સમયે તમારા વરિષ્ઠ તમારા પ્રત્યે દયાળુ રહેશે.


મિથુન
મિથુન રાશિના લોકો માટે શનિ જયંતિ ખૂબ જ લાભદાયી રહેશે. તમારી રાશિમાં અત્યારે શનિ નવમા ભાવમાં છે અને ગુરુ અગિયારમા ભાવમાં ભ્રમણ કરી રહ્યો છે. આવી સ્થિતિમાં તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે. નોકરીમાં બઢતી અને પ્રગતિના સારા સંકેતો છે. શનિદેવની વિશેષ કૃપા તમારા પર રહેશે. ભાગ્યના સારા સહયોગથી તમને દરેક કાર્યમાં સફળતા મળશે.


આ પણ વાંચોઃ Shukra Gochar: 30 મેથી આ 2 રાશિના જાતકોના જીવનમાં આવશે તોફાન, આર્થિક સંકટનો ભય


સિંહ રાશિ
શનિ જયંતિ અને આ દિવસે બનેલા યોગ સિંહ રાશિના લોકો માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. ગજકેસરી યોગથી ધનલાભની સારી સંભાવના છે. તમારા પારિવારિક સુખમાં સતત વધારો થવાની સંભાવના છે. તમને ભાગ્યનો સારો સહયોગ મળશે, જેનાથી તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી થશે.


કુંભ
તમારી રાશિમાં શશ રાજ યોગ બની રહ્યો છે. આ સાથે મેષ રાશિમાં ગજકેસરી યોગને કારણે શનિ જયંતિ તમારા માટે લાભદાયક રહેશે. તમને તમારી મહેનતનું સંપૂર્ણ પરિણામ મળશે. આત્મવિશ્વાસ વધવાથી તમામ પ્રકારના અટકેલા કામ પૂરા થશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube