વૈશાખ માસની અમાસની તિથિ શનિ જયંતી તરીકે ઉજવાય છે. શાસ્ત્રો મુજબ આ દિવસે સૂર્યદેવ અને માતા છાયાના પુત્ર શનિદેવનો જન્મ થયો હતો. અનેક લોકો જેઠ માસની અમાસની તિથિને પણ શનિ જયંતી તરીકે ઉજવે છે. શનિદેવને કર્મફળ દાતા અને ન્યાયના દેવતા તરીકે ગણાય છે. દરેક વ્યક્તિને તેના કર્મ પ્રમાણે ફળ આપે છે. એટલું જ નહીં નવગ્રજ જેમાં શનિ પાસે જે રીતે સાડા સાતી અને ઢૈય્યા છે તેવું કોઈ ગ્રહ પાસે નથી. વૈશાખ માસની શનિ જયંતી 8મી મેના રોજ ઉજવાશે. આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ પણ બનશે. આ સાથે જ શનિદેવ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં બિરાજમાન છે. આવામાં આજનો દિવસ અનેક રાશિના જાતકો માટે લાભકારી રહેશે. જાણો કોને મળશે શનિદેવના આશીર્વાદ....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે શનિદેવ કોઈ વરદાનથી કમ સાબિત નહીં થાય. આ રાશિના જાતકોને અપાર ધન સંપત્તિ શનિદેવ આપશે. ધનના ભાવમાં શનિના હોવાથી આર્થિક સ્થિતિ સારી રહેશે. આ સાથે જ પૈસાની તંગી અને કરજથી છૂટકારો મળશે. પરિવાર સાથે સારો સમય વિતશે. ભાગ્યનો ભરપૂર સાથ મળશે. નોકરીયાત લોકોના જીવનમાં સકારાત્મક પ્રભાવ પડશે. પ્રગતિ, ઈન્ક્રીમેન્ટ મળી શકે છે. ધનલાભના યોગ છે. 


મિથુન રાશિ
આ રાશિના જાતકો ઉપર પણ શનિદેવની વિશેષ કૃપા રહેશે. આ રાશિના જાતકોનો આધ્યાત્મ તરફ વધુ ઝૂકાવ રહેશે. આ સાથે જ ધાર્મિક સ્થળ કે કાર્યક્રમમાં જવાનું વિચારી શકો છો. માનસિક તણાવથી મુક્તિ મળી શકે છે. સકારાત્મક પહેલું સાથે તમે કઈક સારું કરવાની કોશિશ કરશો. બસ એક વાતનું ધ્યાન રાખો કે કોઈ પણ ચીજ અંગે વધુ પરેશાન ન થાઓ. તમારી બુદ્ધિમત્તા અને ધૈર્યથી તે પડકારને પાર કરી લેશો. તમે કઈ નવું શીખી શકો છો. તેનાથી તમને આવનારા સમયમાં સફળતા અને શોહરત મળી શકે છે. શિક્ષણના ક્ષેત્રમાં પણ તમને અપાર સફળતા સાથે ધનલાભ થઈ શકે છે. 


કુંભ રાશિ
કુંભ રાશિના જાતકો ઉપર પણ શનિદેવ મહેરબાન રહેશે. આ રાશિના જાતકોને કઈક નવું કરવાની તક મળી શકે છે. શનિદેવના કુંભ રાશિમાં હોવાથી તમારા જીવનમાં બહાર આવી શકે છે. શનિ સાડા સાતીનું અંતિમ ચરણ ચાલુ છે. આથી થોડી પરેશાનીઓ આવશે પરંતુ શનિદેવની કૃપાથી તેને સરળતાથી પાર કરી લેશો. પરિવાર સાથે સારો સમય વીતશે. જીવનમાં ઢગલો ખુશીઓ આવશે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ ગણતરીઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube