Shani Jayanti 2021: આ 7 કાર્યો કરવાથી શનિ દેવની હંમેશા રહેશે કૃપા દ્રષ્ટિ, ભૂલેચૂકે ન કરતા આ 6 કામ!
શનિ જયંતીના દિવસે આ કામ કરાશો તો શનિદેવ થશે ખુશ. અને આ કામ કરશો તો શનિદેવ થશે નાખુશ. નવ ગ્રહોમાં શનિદેવનું ખાસ સ્થાન પ્રાપ્ત છે. શનિજયંતી પર 148 વર્ષ પછી સૂર્યગ્રહણ થશે.
ઝી બ્યૂરો, અમદાવાદ: શનિ જયંતીનો દિવસ શનિદેવ માટે સમર્પિત કરવામાં આવે છે. આ દિવસે શનિદેવની ખાસ પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ વર્ષે શનિજયંતી 10 જૂન 2021ના દિવસે ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસની નિમિતે અમે તમને શનિજયંતીના દિવસે કયા કાર્યો કરવા જોઈએ તેના વિશે જણાવવા માગીએ છીએ.
આ કામ કરવાથી શનિદેવ થશે નાખુશ
પશુ- પક્ષીઓને નુકસાન પહોંચાડવું ન જોઈએ.
બીજાનું ધન લેવાનો પ્રયત્ન ન કરવો જોઈએ
શનિદેવ ખોટુ અને અનૈતિક કામ કરવાવાળા લોકો પર નાખુશ થઈ શકે છે.
પરિશ્રમ કરવાવાળા લોકોનું અપમાન ન કરવું જોઈએ.
નિર્ધન અને કમજોર લોકોને હેરાન ન કરવા જોઈએ.
મિત્ર અને સગાઓને દગો દેવો જોઈએ નહીં, બીજાનું સારૂ જોઈને ઈર્ષાન કરવી જોઈએ
લગ્ન થવામાં વારંવાર આવે છે કોઈકને કોઈક વિધ્ન? લાંબા સમયથી નથી થઈ રહ્યાં લગ્ન? તો કરો આ ઉપાય
આ કામ કરવાથી શનિદેન થશે ખુશ
શનિ ચાલીસાનો પાઠ કરવો જોઈએ
બીજા લોકોની હમેંશા મદદ કરવી જોઈએ.
દુ:ખ અને ગંભીર રોગોથી પીડિત વ્યક્તિઓની સેવા કરવી જોઈએ.
જરૂરયાત વ્યક્તિઓને મદદ કરવી જોઈએ.
આ દિવસે તરસ્યા લોકોને પાણી પીવડાવવું જોઈએ.
નિર્ધન લોકોને અન્ન,ચોખા, છત્રી અને કાળી ચાદરનું દાન કરવું જોઈએ.
પ્રકૃતિની રક્ષા અને સેવા કરવી જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube