Shani, Shukra And Mangal Yuti In Kumbh: ગ્રહોના સેનાપતિ મંગળ દેવે કુંભ રાશિમાં પ્રવેશ કરી લીધો છે, જ્યાં પહેલાથી શુક્ર અને શનિદેવ બિરાજમાન છે. તેવામાં કુંભ રાશિમાં શુક્ર, શનિ અને મંગળ દેવનો સંયોગ બની રહ્યો છે. આ યોદ લગભગ 148 વર્ષ પછી બની રહ્યો છે. જેનો પ્રભાવ દરેક રાશિઓ પર પડશે. પરંતુ કેટલાક જાતકોને શત્રુથી છુટકારો, બીમારીથી છુટકારો મળી શકે છે. સાથે કેટલાક જાતકોને દેવાથી છુટકારો મળશે. પરંતુ દુર્ઘટનાનો યોગ બની રહ્યો છે. આવો જાણીએ આ લકી રાશિઓ કઈ છે. આ રાશિના જાતકો માટે મોટો ફાયદો થઈ શકે એમ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધન રાશિ (Dhanu Zodiac)
તમારા માટે શનિ, મંગળ અને શુક્રની યુતિ લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે આ તમારીના ત્રીજા ભાવમાં બની છે. સાથે શનિ અને મંગળ ત્રીજા ભાવમાં શક્તિશાળી થઈ જાય છે. તેથી આ સમયમાં તમારા સાહસ અને પરાક્રમમાં વધારો થશે. સાથે જો તમે સેના, પોલીસ કે નેતા છો તો આ સમયે તમારી શક્તિઓમાં વધારો થશે. સાથે કોઈ પદની પ્રાપ્તિ થઈ શકે છે. તો સંતાનનું તમને સુખ પ્રાપ્ત થઈ શકે છે. આ દરમિયાન તમને ધનલાભ થવાનો યોગ છે. વિદેશ યાત્રાનો યોગ પણ બની રહ્યો છે.


મેષ રાશિ
તમારા માટે શનિ, મંગળ અને શુક્રનો સંયોગ આર્થિક રૂપથી શુભ સાબિત થઈ શકે છે. કારણ કે મેષ રાશિના સ્વામી લાભ સ્થાન પર સ્થિત છે. તેથી આ સમયે તમારી પ્રગતિ થશે. સાથે તમને ધનલાભ થઈ શકે છે. જો તમારૂ કામ કારોબાર, વિદેશ, ઈલેક્ટ્રોનિક ઈન્ડસ્ટ્રીઝથી છે તો તમને સારો ફાયદો થઈ શકે છે. પરંતુ મોટા ભાઈ અને સંતાનને કષ્ટ પડી શકે છે. કારણ કે શનિ અને મંગળની દ્રષ્ટિ તમારા સંતાન ભાવ પર પડી રહી છે. 


શનિદેવ ગુસ્સે થાય છે તો તમને રાજામાંથી રંક બનાવી દે


શનિવાર શનિદેવને સમર્પિત છે. હિન્દુ શાસ્ત્રોમાં શનિદેવને કર્મના દાતા અને ન્યાયના દેવતા કહેવામાં આવ્યા છે. એવું કહેવાય છે કે જો શનિદેવ ગુસ્સે થાય છે તો તમને રાજામાંથી રંક બનાવી દે છે અને પ્રસન્ન થાય તો તમારી પર આર્શીવાદ વરસાવી દે છે. શનિદેવને પ્રસન્ન કરવા આસાન નથી. સાચી ભક્તિ અને શુદ્ધ મનથી કરેલા કાર્યથી જ શનિદેવ પ્રસન્ન થાય છે. આ સિવાય શનિદેવની પૂજા અને નિયમો અનુસાર ઉપવાસ કરવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે અને તે તમારા જીવનની તમામ પરેશાનીઓ દૂર કરે છે. બીજી તરફ જો શનિદેવ ક્રોધિત થઈ જાય તો માણસ પર અનેક પ્રકારની પરેશાનીઓ આવે છે. 


શનિવારના ઉપાયો


  • - શનિવારે તેલથી બનેલી વાનગી ભિક્ષુકને ખવડાવવાથી શનિદેવ પ્રસન્ન થાય છે.

  • - બ્રહ્મ મુહૂર્તમાં પીપળના વૃક્ષને જળ અર્પણ કરો અને 'ઓમ શં શનૈશ્ચરાય નમઃ' મંત્રનો જાપ કરો, પછી પીપળના વૃક્ષને સ્પર્શ કરો અને સાત પરિક્રમા કરો.

  • - શનિવારે ભિક્ષુકને કાળા અડદનું દાન કરો.

  • - શનિવારે સાંજે તમારા ઘરમાં ગુગલનો ધૂપ પ્રગટાવો.

  • - શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિવારે કાળા અડદને પાણીમાં પ્રવાહિત કરો.

  • - શનિવારે સુંદરકાંડનો પાઠ કરવાથી શ્રેષ્ઠ પરિણામ મળે છે.

  • - શનિવારે અડદ, તલ, તેલ, ગોળના લાડુ બનાવીને એવી જગ્યાએ દાટી દો જ્યાં કોઈની પણ હલનચલન ન હોય. આમ કરવાથી પણ તમારા પર શનિદેવની કૃપા વરસશે.


આ પણ વાંચોઃ Holashtak 2024: હોળાષ્ટકમાં ધનલાભ માટે અચૂક કરો આ 8 ઉપાય, સુખ-સૌભાગ્યની થશે પ્રાપ્તિ


કન્યા રાશિ  (Kanya Zodiac)
શનિ, મંગળ અને શુક્રનો સંયોગ તમારા માટે અનુકૂળ સિદ્ધ થઈ શકે છે. કારણ કે આ સંયોગ તમારી ગોચર કુંડળીના છઠ્ઠા ભાવ પર બન્યો છે. તો અહીં શનિ અને મંગળ બંને બળવાન હોય છે. તેથી તમને દેવામાંથી છુટકારો મળશે. આ દરમિયાન તમને રોગમાંથી પણ મુક્તિ મળી શકે છે. તમે શત્રુઓ પર વિજય મેળવશો. સાથે તમને ભાગ્યનો સાથ મળશે. તમારા અટવાયેલા કામ થશે. તમને માન-સન્માન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે. પરંતુ તમારા માટે કોઈ દુર્ઘટનાનો યોગ બની રહ્યો છે. તમને ઈજા થઈ શકે છે, એટલે ધ્યાન રાખવું. 


ડિસ્ક્લેમરઃ સામાન્ય માહિતીના આધારે આ જાણકારી આપવામાં આવી છે. તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો)