નવી દિલ્હીઃ વૈદિક જ્યોતિષ અનુસાર ગ્રહ સમય-સમય પર પોતાની ચાલમાં ફેરફાર કરે છે, જેનો પ્રભાવ માનવ જીવન અને દેશ-દુનિયા પર જોવા મળે છે. તમને જણાવી દઈએ કે મંગળ ગ્રહ 15 માર્ચે કુંભ રાશિમાં પ્રવેશ કરશે. જ્યાં પહેલાથી શુક્ર અને શનિ બિરાજમાન છે. તેવામાં કુંભ રાશિમાં શુક્ર, મંગળ અને શનિની યુતિ બનશે. તો શુક્ર એપ્રિલ મહિનાના પ્રથમ સપ્તાહમાં કુંભ રાશિ છોડી મીનમાં જશે પરંતુ મંગળ અને શનિની વિધ્વંસક યુતિ કુંભ રાશિમાં એપ્રિલ મહિનાના અંત સુધી બનેલી રહેશે. તેવામાં મંગળ અને શનિની યુતિને જ્યોતિષમાં ખુબ અશુભ માનવામાં આવે છે. આવો જાણીએ આ યુતિનો પ્રભાવ દેશ-દુનિયા અને 12 રાશિઓ પર શું પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોંઘવારી વધશે અને લોકોમાં થશે વિવાદ
શનિ અને મંગળની યુતિથી રશિયા-યુક્રેન યુદ્ધમાં કોઈ મોટી ઘટના થઈ શકે છે. સાથે રશિયા માટે શનિ-મંગળની કુંભમાં યુતિ તેના લગ્નથી છઠ્ઠા ભાવથી પીડિત કરી ચૂંટણીમાં હિંસા અને વિરોધ પ્રદર્શન થવાનો જ્યોતિષીય સંકેત દેખાડી રહી છે. તો પંચાગ અનુસાર 8 એપ્રિલે મીન રાશિમાં પૂર્ણ સૂર્ય ગ્રહણ પડી રહ્યું છે, જેનાથી વિશ્વના કેટલાક દેશોમાં ધાર્મિક વિવાદ અને મહિલાઓ વિરુદ્ધ હિંસા થઈ શકે છે. જો ભારતની વાત કરીએ તો પશ્ચિમ બંગાળની પ્રભાવ રાશિ મિથુનથી આ યુતિ નવમ સ્થાનમાં બનવા જઈ રહી છે. તેથી ત્યાં લોકસભા ચૂંટણી સમય અને ત્યારબાદ કેટલીક હિંસક ઘટનાઓ અને બિનજરૂરી ધાર્મિક વિવાદ ઉભા થવાનો યોગ બની રહ્યો છે. સાથે કેટલાક ખાસ ધર્મના લોકોમાં લડાઈ અને ઝઘડા થઈ શકે છો. તો મંગળ-શનિની યુતિ મોંઘવારી વધારશે. 


આ પણ વાંચોઃ ભૂલથી પણ ઘરમાં ના ઘુસવા દેતા આ રંગની બિલાડી, પગલાં પાડશે તો બરબાદી લાવશે!


એપ્રિલમાં પડી શકે છે વધુ ગરમી
વૈદિક પંચાગ અનુસાર આ વર્ષે એપ્રિલ મહિનામાં ગુરૂ અને બુધ અગ્નિ તત્વની રાશિ મેષમાં સંચરણ કરી રહ્યાં હશે. જેના પર શનિ દેવની ત્રીજી દ્રષ્ટિ હશે. તેવામાં શનિની દ્રષ્ટિનો પ્રભાવ મેષ રાશિ પર પડશે. જેનાથી એપ્રિલમાં સામાન્યથી વધુ ગરમી પડી શકે છે. ભારતના પશ્ચિમી ભાગ ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રના કેટલાક ભાગો અને મેષ રાશિથી પ્રભાવિત અસમમાં આ વર્ષે એપ્રિલમાં સામાન્યથી વધુ ગરમી પડી શકે છે. જેની અસર ખેડૂતોના પાક પર પણ પડશે. 


શેર બજારમાં જોવા મળશે ઉતાર-ચઢાવ
વૈદિક જ્યોતિષ અનુસાર કુંભ રાશિમાં શનિ-મંગળની યુતિ બનવાથી શરૂઆતમાં તેજી જોવા મળશે. પરંતુ 8 એપ્રિલે જ્યારે ગ્રહણ લાગશે. ત્યારે ઉતાર-ચઢાવ જોવા મળશે. આ યુતિ બનવાથી કોઈ મોટા રાજકીય સ્કેન્ડલને કારણે અર્થવ્યવસ્થામાં ઘટાડો થઈ શકે છો. 


જાણો 12 રાશિઓ પર શું પડશે પ્રભાવ
શનિ અને મંગળની યુતિ બનવાથી મેષ, વૃશ્ચિક, સિંહ અને ધન રાશિના લોકોને લાભ થઈ શકે છે. તો વૃષભ, મિથુન અને કર્ક રાશિના જાતકો માટે મધ્યમ ફળયાદી રહેશે. પરંતુ કન્યા, તુલા, મીન, મકર અને કુંભ રાશિના જાતકો માટે મુશ્કેલ સમય રહી શકે છે.