Saturn Direct 2023: આ વર્ષની શરૂઆતમાં એટલે કે જાન્યુઆરી મહિનામાં ગ્રહોના ન્યાયાધીશ શનિએ મકર રાશિને પાછળ છોડતા કુંભ રાશિમાં પ્રવેશ કર્યો હતો. શનિ આવનારા અઢી વર્ષ સુધી આ રાશિમાં રહેશે. શનિના રાશિ પરિવર્તન બાદ જૂન મહિનામાં પોતાની અવસ્થામાં પરિવર્તન કર્યું હતું અને તે કુંભ રાશિમાં વક્રી અવસ્થામાં ઉલ્ટી ચાલ ચાલી રહ્યાં છે. આશરે પાં મહિના બાદ શનિ નવેમ્બરમાં માર્ગી થશે. શનિની સીધી ચાલથી કેટલીક રાશિઓ પર વિશેષ સકારાત્મક પ્રભાવ પડશે. આવો જાણીએ તે રાશિઓ વિશે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વૃષભ રાશિઃ વૃષભ રાશિના જાતકોને શનિ દેવની વિશેષ કૃપા પ્રાપ્ત થશે. પોતાની સીધી ચાલ દરમિયાન શનિ તમારી રાશિના દસમાં ભાવમાં રહેશે. તેવામાં તમે મહત્વપૂર્ણ લાભની આશા કરી શકો છો. તમારા કરિયર અને વ્યવસાયમાં જોરદાર વૃદ્ધિ થશે. નોકરીમાં નવી તકો શોધી રહેલા જાતકોને સફળતા મળી શકે છે. તમારા ઘરમાં ધાર્મિક સમારોહ કે આયોજન થઈ શકે છે. તમારી સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે, જેનાથી મનમાં પ્રસન્નતા આવશે. વ્યાવસાયિક પ્રોફેશનલોને અનુકૂળ અવસર મળશે. 


સિંહ રાશિઃ સિંહ રાશિના જાતકોને નવેમ્બરમાં શનિની સીધી ચાલથી વિશેષ પ્રભાવ જોવા મળી શકે છે. સિંહ રાશિના જાતકો માટે શનિની સીધી ચાલ ખુબ શુભ સાબિત થઈ રહી છે. આ સયમાં શનિ તમારી રાશિના સાતમાં ભાવમાં રહેશે. આ સિવાય તમારી રાશિમાં શશ નામનો રાજયોગ પણ બનશે. તે ભાગીદારી અને વ્યાવસાયિક એકમો સાથે જોડાયેલા લોકોને સારા નફાનો સંકેત આપે છે. આ સિવાય તમે પરિવાર અને વૈવાહિક જીવન પર સકારાત્મક પ્રભાવ જોવા મળશે. આવકમાં વધારો, કરિયરમાં પ્રગતિ અને તમારા પ્રયાસોમાં સારો નફો થવાની સંભાવના છે. કાયદાકીય લડાઈ જીતવાની તક મળી શકે છે. 


આ પણ વાંચોઃ શરીરમાં અચાનક ખંજવાળ આવે તો મળે છે શુભ-અશુભના સંકેત, જાણો તેનો અર્થ


મકર રાશિઃ નવેમ્બર મહિનામાં શનિ તમારી જન્મ કુંડળીના ધન ભાવમાં સીધો ગોચર કરશે. શનિની આ સીધી ચાલ મકર રાશિના જાતકો માટે ખુબ ફાયદાકારક રહેવાની છે. આ સમય દરમિયાન તમે મહત્વપૂર્ણ નાણાકીય લાભની આશા કરી શકો છો. નોકરી કરનારને કરિયરમાં લાભ અને પ્રમોશન મળી શકે છે. કોઈ ખાસ પ્રોજેક્ટમાં તમને સફળતા મળવાનો અવસર મળી શકે છે. સારા ભાગ્યના સહયોગથી લાભ પ્રાપ્ત કરશે અને તમારા દરેક પ્રયાસોમાં સફળતા મેળવશો. તમારી આર્થિક સ્થિતિમાં સુધાર થઈ શકે છે. 


(આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે દાવો કરતા નથી કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તેને અપનાવતા પહેલા સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લો)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube