Shani Margi 2024: વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર બધા જ ગ્રહોમાં શનિદેવ રાશિ પરિવર્તન કરે તે વિશેષ ઘટના હોય છે. શનિદેવ સૌથી મંદ ગતિથી રાશિ પરિવર્તન કરે છે. એક રાશિમાં શનિદેવ અઢી વર્ષ સુધી ગોચર કરે છે અને પછી બીજી રાશિમાં પ્રવેશ કરે છે. શનિના રાશિ પરિવર્તનના કારણે અલગ અલગ રાશિઓ પર ઢૈયા અને સાડાસાતી શરૂ થતી હોય છે. ત્યારપછી જ્યારે શનિ રાશિ પરિવર્તન કરે ત્યારે સાડાસાતી પૂરી થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Weekly Horoscope: કર્ક અને મિથુન રાશિ માટે આ અઠવાડિયું ભાગ્યશાળી, સાપ્તાહિક રાશિફળ


એક રાશિમાં અઢી વર્ષ ગોચર કરવા દરમ્યાન શનિ વક્રી અને માર્ગી અવસ્થામાંથી પણ પસાર થાય છે. પોતાની મૂળ ત્રિકોણ રાશી કુંભમાં ગોચર કરે છે. જુન રાશિમાં શનિ કુંભ રાશિમાં વક્રી થયા હતા અને હવે 15 નવેમ્બર 2024 ના રોજ માર્ગી થશે. શનિ નવેમ્બરમાં માર્ગી થશે તેની સાથે જ ત્રણ રાશિના લોકોનો મુશ્કેલીનો સમય પૂરો થશે અને સારા દિવસો શરૂ થશે. કુંભ રાશિમાં શનિનું માર્ગી થવું ત્રણ રાશિ માટે લાભકારી સાબિત થશે. આ ત્રણ રાશિ કઈ છે ચાલો જણાવીએ. 


માર્ગી શનિ આ 3 રાશિને કરાવશે બંપર લાભ


આ પણ વાંચો: Surya Gochar 2024: 16 જુલાઈથી આ લોકોના ઘરમાં વધશે ધનની આવક, 5 રાશિ માટે 30 દિવસ શુભ


વૃષભ રાશિ 


નવેમ્બર મહિનામાં શનિ વૃષભ રાશિના કર્મ ભાવમાં માર્ગી થશે. જેના કારણે સમય આ રાશિના લોકો માટે અનુકૂળ રહેશે. વેપાર અને કારોબારમાં સકારાત્મક પ્રભાવ જોવા મળશે. ભાગ્ય સાથ આપશે. કાર્યક્ષેત્રમાં નવી ઉપલબ્ધિ પ્રાપ્ત થશે. નોકરી કરતા લોકોનો પગાર વધારો કે પ્રમોશન થઈ શકે છે. વેપારમાં પણ નફો વધશે. 


આ પણ વાંચો: ભાગ્યશાળી સ્ત્રીના જ પગમાં હોય આ 3 રેખા, લગ્ન પછી પતિને પણ કરી દે છે માલામાલ


મિથુન રાશિ 


શનિદેવ આ રાશિના નવમાં ભાવમાં માર્ગી થશે. કુંડળીનો ભાવ ધર્મ અને ભાગ્યનો ભાવ હોય છે. જેના કારણે ભાગ્ય સાથ આપશે. શનિની માર્ગી ચાલ આ રાશિ માટે શુભ સાબિત થશે. ભાગ્ય સાથ આપશે. વેપાર અને કારોબારમાં લાભ થશે. જે કામ ધીમી ગતિએ ચાલતા હતા તેમાં પ્રગતિ થવા લાગશે. નોકરી કરતા લોકોને નવી નોકરીના સારા પ્રસ્તાવ મળી શકે છે. વેપારમાં પણ ગતિ આવશે. ધનલાભની તકો મળતી જોવા મળે છે. સમાજમાં માન-સન્માન વધશે. પરિવાર સાથે સમારોહમાં ભાગ લઈ શકો છો 


આ પણ વાંચો: 26 ઓગસ્ટ સુધી સંભાળીને રહે આ 6 રાશિના લોકો, લાલ ગ્રહ જીવનમાં સર્જી દેશે ઉથલપાથલ


કુંભ રાશિ 


કુંભ રાશિના લોકોને પણ માર્ગી શનિ લાભ કરાવશે. નવેમ્બર પછીનો સમય આ રાશિ માટે વરદાન સમાન હશે. આ રાશિના જાતકોને સૌથી વધુ લાભ મળવાના સંકેત છે. શનિ કુંભ રાશિના લગ્ન ભાવમાં માર્ગી થશે જેના કારણે અટકેલા કામમાં ગતિ આવશે. આવક વધશે. માન સન્માનમાં વૃદ્ધિ થશે. નવું કામ શરૂ કરવું હોય તો નવેમ્બર પછીનો સમય સારો રહેશે


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)