Shani Margi 2023: જ્યોતિષશાસ્ત્રમાં શનિ ગ્રહને ન્યાયના દેવતા કહેવામાં આવ્યા છે કારણ કે શનિ વ્યક્તિને કર્મ અનુસાર ફળ આપે છે. આ જ કારણ છે કે લોકો શનિ ગ્રહથી ડરે છે. શનિ ગ્રહ પ્રસન્ન હોય તો વ્યક્તિને ધરતી પરથી આકાશ સુધી લઈ જાય છે અને જો શનિદેવ ક્રોધિત હોય તો રાજા પણ ગરીબ બની જાય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુંભ રાશિમાં શનિ અત્યાર સુધી વક્રી અવસ્થામાં હતા. પરંતુ 4 નવેમ્બરથી શનિ માર્ગી થશે. શનિ માર્ગી થવાથી તેની અસર દરેક રાશિના લોકો પર થશે. પરંતુ કેટલીક રાશિ એવી છે જેમના માટે આ સમય નુકસાનકારક સાબિત થઈ શકે છે. શનિ માર્ગી થયા પછી આ રાશિના લોકોએ સંભાળીને આગળ વધવાની જરૂર રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: રાશિફળ 4 નવેમ્બર: કન્યા રાશિના લોકોએ આજે રોકાણ કરવામાં રાખવી સાવધાની, વાંચો રાશિફળ


માર્ગી શનિ આ રાશિઓને કરશે નુકસાન


કર્ક રાશિ


કર્ક રાશિના લોકોને માર્ગી શનિ નુકસાન કરી શકે છે. આ રાશિના લોકોએ સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું. નકારાત્મક વિચારોથી બચવાનો પ્રયત્ન કરો. મનમાં કોઈ અજાણ્યો ડર રહી શકે છે. ધનહાનિ ન થાય તે માટે નાણાકીય લેવડદેવડમાં સાવધાની રાખવી. શનિના અશુભ પ્રભાવથી બચવા માટે કાળી અડદની દાળનું જરૂરિયાત મંદને દાન કરો


આ પણ વાંચો: કુંભ રાશિમાં શનિ થશે માર્ગી, 12 રાશિઓને થશે અસર,શનિના ક્રોધથી બચવું મુશ્કેલ


સિંહ રાશિ


સિંહ રાશિના લોકોને પણ માર્ગી શનિ નુકસાન કરી શકે છે. આ રાશિના લોકોને આર્થિક નુકસાન થઈ શકે છે અને કારકિર્દીમાં પણ બધા આવી શકે છે. આ સમય દરમિયાન માનહાનિ પણ થઈ શકે છે અને જીવનસાથી સાથે સાથેના સંબંધ ખરાબ થઈ શકે છે. તેથી ક્રોધ પર કાબુ રાખી મનને શાંત રાખો.


આ પણ વાંચો:  આ 5 રાશિઓની અધુરી ઈચ્છાઓ હવે થવા લાગશે પુરી, આ મહિનામાં ઝડપથી વધશે બેંક બેલેન્સ


કુંભ રાશિ


કુંભ રાશિના લોકો પર શનિની સાડાસાતી ચાલી રહી છે તેથી શનિ ને લઈને આ રાશિના લોકોએ સંભાળીને રહેવાની જરૂર છે. આ સમય દરમિયાન વેપારમાં ઉતાર ચઢાવનો સામનો કરવો પડી શકે છે. આ રાશિના લોકો સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખે. નોકરી કરનાર લોકોની વ્યસ્તતા વધી જશે.


આ પણ વાંચો: ભગવાન વિષ્ણુએ જણાવેલા આ 4 કામ કરનારને દરેક કાર્યમાં મળે છે સફળતા અને ધન લાભ


શનિ ઉપાય


- દર શનિવારે શનિ મંદિરમાં જઈને શનિદેવને સરસવનું તેલ અર્પણ કરવું.


- શનિવારના દિવસે એક કાંસાના વાટકામાં સરસવનું તેલ ભરી તેમાં પોતાનો ચહેરો જોઈને તેલ સહિત વાટકો કોઈ ગરીબને દાનમાં આપો અથવા તો શનિ મંદિરમાં રાખી દો.


- શનિવારના દિવસે પીપળાના ઝાડની નીચે સરસવના તેલનો દીવો કરો અને પછી ઝાડની પરિક્રમા કરો.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)