Shani Gochar 2024: દિવાળી પછી શનિ બદલશે ચાલ, ત્રણ રાશિઓ થશે માલામાલ, બદલી જશે કિસ્મત
Shani Gochar 2024: જ્યોતિષશાસ્ત્ર અનુસાર કર્મ ફળના દાતા શનિ વર્તમાન સમયમાં કુંભ રાશિમાં છે. હાલ કુંભ રાશિમાં શનિ વક્રી અવસ્થામાં છે. 15 નવેમ્બર 2024 થી શનિ માર્ગી થઈ જશે. ત્યાર પછી શનિદેવની ખાસ કૃપા ત્રણ રાશિના લોકો પર વરસશે. આ ત્રણ રાશિના લોકોના જીવનમાં સકારાત્મક ફેરફાર જોવા મળશે.
Shani Gochar 2024: જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક ગ્રહનો રાશિ પરિવર્તન કરવાનો સમય નક્કી હોય છે. ગ્રહ એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરવાની સાથે પોતાની ચાલ પણ બદલે છે. આ વખતે દિવાળી પછી કર્મ અને ન્યાયના દેવતા શનિ પોતાની ચાલ બદલશે. શનિ ગ્રહ જૂન મહિનાથી વક્રી અવસ્થામાં છે. હવે નવેમ્બર મહિનામાં શનિ માર્ગી થશે એટલે કે સીધી ચાલ ચાલશે. માર્ગી શનિ કેટલીક રાશિના લોકો માટે લાભકારી સિદ્ધ થશે.
આ પણ વાંચો: સૂર્ય પોતાની નીચ રાશિ તુલામાં કરશે ગોચર, 30 દિવસ આ 3 રાશિઓ પર થશે ધનનો વરસાદ
જ્યોતિષશાસ્ત્ર અનુસાર કર્મ ફળના દાતા શનિ વર્તમાન સમયમાં કુંભ રાશિમાં છે. હાલ કુંભ રાશિમાં શનિ વક્રી અવસ્થામાં છે. 15 નવેમ્બર 2024 થી શનિ માર્ગી થઈ જશે. ત્યાર પછી શનિદેવની ખાસ કૃપા ત્રણ રાશિના લોકો પર વરસશે. આ ત્રણ રાશિના લોકોના જીવનમાં સકારાત્મક ફેરફાર જોવા મળશે.
આ પણ વાંચો: માં લક્ષ્મીને પ્રસન્ન કરવા હોય તો સવારે ઉઠતાવેંત કરો આ 4 શુભ કામ, ધનથી છલકાશે તિજોરી
મેષ રાશિ
માર્ગી અવસ્થામાં શનિ મેષ રાશિના લોકોને સૌથી વધુ લાભ કરાવશે. કાર્યક્ષેત્રમાં માન સન્માન વધશે. ધનમાં વધારો થવાના યોગ છે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે. વેપારીઓને લાભ થશે. સામાજિક કાર્યોમાં આગળ વધી શકાશે. સમાજમાં માન વધશે. નવી યોજનાઓ ફળીભૂત થશે.
આ પણ વાંચો: દિવાળી પહેલા જ અમીર બનશે આ 5 રાશિના લોકો, મંગળનું રાશિ પરિવર્તન કરી દેશે માલામાલ
કન્યા રાશિ
કન્યા રાશિના લોકો માટે માર્ગી શનિ ફળદાયી રહેશે. વિશ્વાસ સાથે કામ કરતા રહેવું સફળતા જરૂરથી મળશે. વેપારમાં પ્રગતિ થશે. ધન વધશે. સમાજમાં માન વધશે. ભાગ્ય સાથ આપશે. રોકાણ કરવાથી નફો થશે. સમજી વિચારીને રોકાણ કરવું.
આ પણ વાંચો: આ વાતનું ધ્યાન રાખી શકો તો જ પહેરવો રુદ્રાક્ષ, નહીં તો ધનોતપનોત નીકળી જશે
મકર રાશિ
મકર રાશીના લોકો માટે માર્ગી શનિ લાભકારક સિદ્ધ થશે. ધન સંબંધિત લાભ થશે. નોકરી બદલવાનો વિચાર હોય તો નવેમ્બર મહિનો સારો રહેશે. આર્થિક સ્થિતિમાં સુધારો આવશે. મન પ્રસન્ન રહેશે. નવી યોજનાઓ પર કામ કરી શકો છો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)