Shani Margi 2023: વૈદિક જ્યોતિષમાં દરેક ગ્રહનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. દરેક ગ્રહનો વિશેષ પ્રભાવ હોય છે જે 12 રાશિ પર જોવા મળે છે. તેવી જ રીતે જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવ્યા છે. શનિ ગ્રહ સૌથી ધીમી ગતિએ રાશિ પરિવર્તન કરે છે. શનિને એક ગ્રહ માંથી બીજા ગ્રહમાં જતા અઢી વર્ષનો સમય લાગે છે. વર્ષ 2023 ની શરૂઆતમાં શનિએ કુંભ રાશિમાં પ્રવેશ કર્યો અને હવે કુંભ રાશિમાં શનિ વક્રી અવસ્થામાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિવાળી પહેલા 4 નવેમ્બર 2023 ના રોજ શનિ કુંભ રાશિમાં માર્ગી થશે. ત્યારબાદ 30 જૂન 2024 સુધી શનિ માર્ગી અવસ્થામાં રહેશે. શનિ વક્રીમાંથી માર્ગી થશે તેના કારણે 12 રાશિના લોકોનું જીવન પણ પ્રભાવિત થશે. કેટલીક રાશિ એવી છે જેમને આ સમય દરમિયાન શુભ ફળની પ્રાપ્તિ થશે. આ રાશિના લોકો દિવાળી પહેલા ધનવાન બને તો પણ નવાઈ નહીં.


શનિના માર્ગી થવાથી 3 રાશિઓને થશે વિશેષ લાભ


આ પણ વાંચો:


નવરાત્રિમાં કરો રામ રક્ષા સ્ત્રોતનો પાઠ, જીવનના મોટામાં મોટા દુ:ખનું પણ થશે નિવારણ


Astro Tips: સતત 7 બુધવાર કરો આ સરળ કામ, દરેક અધુરી મનોકામના ગણેશજી કરશે પુરી


19 ઓક્ટોબરથી 5 રાશિના લોકો થશે માલામાલ, મળશે નવી નોકરી, વેપારમાં થશે વૃદ્ધિ


મેષ રાશિ


જ્યોતિષશાસ્ત્ર અનુસાર 4 નવેમ્બર 2023 ના રોજ શનિ કુંભ રાશિમાં માર્ગી થશે અને ત્યાર પછી મેષ રાશિના લોકોનો સારો સમય શરૂ થશે. મેષ રાશિના લોકોને અચાનક ધન લાભ થશે. કાર્યક્ષેત્રમાં પણ લાભ થવા લાગશે. શનિનું માર્ગી થવું મેષ રાશિના લોકોને ભાગ્યનો સાથ આપશે. તેનો સકારાત્મક પ્રભાવ દરેક રાશિના લોકોના જીવન પર જોવા મળશે. આવકમાં જબરદસ્ત વધારો થશે.


વૃષભ રાશિ


કુંભ રાશિમાં શનિનું માર્ગી થવું વૃષભ રાશિના લોકો માટે વરદાનથી કમ નથી. વૃષભ રાશિના લોકો પર શનિદેવની વિશેષ કૃપા રહેવાની છે. આ સમય દરમિયાન નોકરી કરતા લોકોને નવી નોકરીની તકો પણ પ્રાપ્ત થશે. એટલું જ નહીં વેતનમાં પણ વધારો થઈ શકે છે. આ સમય દરમિયાન વૃષભ રાશિના લોકોના હાથમાં એવું કામ આવશે જેના કારણે તેમની કારકિર્દી સાતમાં આસમાને પહોંચશે 


મિથુન રાશિ


4 નવેમ્બરથી શનિ કુંભ રાશિમાં માર્ગી થશે અને મિથુન રાશિના લોકોનું જીવન પણ સુખ સમૃદ્ધિથી ભરાશે. આ સમય દરમિયાન દરેક કાર્યથી શુભ પરિણામ પ્રાપ્ત થશે. આ રાશિના લોકોનો ભાગ્યોદય થવાનો છે. કારણ કે આ રાશિના નવમાં ભાવમાં શનિ માર્ગી થશે જેના કારણે નોકરી કરતા અને વેપાર કરતાં લોકોને શનિ વિશેષ લાભ આપશે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)