Shani margi: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ન્યાયના દેવતા શનિની સ્થિતિમાં જ્યારે પણ ફેરફાર થાય છે તો તે તમામ લોકોના જીવન પર મોટી અસર કરે છે. હાલમાં શનિ પોતાની રાશિ કુંભ રાશિમાં વક્રી છે. પરંતુ 4 નવેમ્બર 2023થી શનિ પોતાની દિશા બદલી માર્ગી થઈ જશે. શનિની માર્ગી ગતિ ઘણી રાશિઓને નુકસાન પહોંચાડી શકે છે જ્યારે કેટલીક રાશિઓને ભારે લાભ પણ કરાવશે. 4 નવેમ્બરથી થનાર આ મોટો ફેરફાર 3 રાશિના લોકોનું ભાગ્ય બદલશે અને તેમનું જીવન સુખ-સમૃદ્ધિથી ભરી દેશે. તો ચાલો જાણીએ કે શનિ માર્ગી થઈ કઈ કઈ રાશિઓને ફાયદો કરાવશે. 
 
માર્ગી શનિ આ રાશિઓને કરાવશે લાભ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: રાશિફળ 3 નવેમ્બર: શુક્રવાર શુભ છે તુલા રાશિ માટે, મકર રાશિના લોકો રહેશે પરેશાન
 
તુલા રાશિ 


શનિની સીધી ચાલ તુલા રાશિના જાતકોને ફાયદો કરાવશે. આ લોકોની આર્થિક સ્થિતિમાં મોટો બદલાવ આવશે. આ રાશિના લોકો ખૂબ પૈસા કમાશે. નવા સ્ત્રોતોથી આવક થશે. કરજમાંથી રાહત મળશે. દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. કરિયરમાં સુવર્ણ તક મળી શકે છે જે તમને મોટું પદ, પ્રતિષ્ઠા અને ધન અપાવશે. તમે તમારી બુદ્ધિથી ઘણી ખ્યાતિ મેળવશો. ધર્મ- આધ્યાત્મિકતામાં તમારી રુચિ વધશે.


આ પણ વાંચો: Rama Ekadashi: રમા એકાદશીનું વ્રત કરવાના જાણો નિયમ, આ દિવસે ભુલ કરશો તો પડશે ભારે


ધન રાશિ


ધન રાશિના લોકોની જૂની સમસ્યાઓનો અંત આવશે. તેઓ આર્થિક, પારિવારિક અને માનસિક સમસ્યાઓના સંદર્ભમાં ઘણી રાહત અનુભવશે. આ લોકોને નોકરીમાં સારી ઓફર મળી શકે છે. તમને વિદેશ જવાની તક મળી શકે છે. ઉચ્ચ અધિકારીઓ તમારા કામથી ખુશ થઈ શકે છે અને તમને કોઈ મહત્વપૂર્ણ જવાબદારી સોંપી શકે છે. વેપાર માટે પણ સમય સારો છે. તમારું નેટવર્ક વધશે અને તમને મોટો નફો મળશે. જીવનસાથી સાથે સંબંધ વધુ મજબૂત બનશે.


આ પણ વાંચો: આ અશુભ યોગ પૂર્ણ થવાથી 3 રાશિના લોકો લેશે રાહતનો શ્વાસ, ઘરમાં વધશે ધનની આવક


મકર રાશિ


મકર રાશિના લોકો દરેક જગ્યાએ રાજ કરશે. ભાગ્ય તેમને સાથ આપશે. અચાનક ધન લાભ થશે. નવી નોકરીની શોધ પૂરી થશે. તમને પ્રમોશન અને પગારમાં વધારો પણ મળશે. કાર્યક્ષેત્રમાં તમે ઉત્તમ પ્રદર્શન કરશો. ધંધાકીય બાબતોમાં પણ શનિની માર્ગી ગતિથી લાભ થશે. મોટો આર્થિક લાભ થવાની સંભાવના છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)