2 મહિના બાદ થશે શનિનું મોટુ પરિવર્તન, ચમકી જશે 4 રાશિના જાતકોનું ભાગ્ય
2 મહિના બાદ શનિ દેવ ચાલ બદલવાના છે. આ સમયે શનિદેવ કુંભ રાશિમાં વક્રી થઈને ચાલી રહ્યાં છે. 2મહિના બાદ શનિ કુંભ રાશિમાં માર્ગી થઈ જશે. જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને વિશેષ સ્થાન પ્રાપ્ત છે.
નવી દિલ્હીઃ 2 મહિના બાદ શનિદેવ ચાલ બદલવાના છે. આ સમયે શનિદેવ કુંભ રાશિમાં વક્રી થઈને ચાલી રહ્યાં છે. 2 મહિના બાદ શનિ કુંભ રાશિમાં માર્ગી થઈ જશે. જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને વિશેષ સ્થાન પ્રાપ્ત છે. શનિદેવ માત્ર અશુભ ફળ આપતા નથી. શનિદેવ શુભ ફળ પણ આપે છે. શનિદેવના શુભ થવા પર વ્યક્તિનું જીવન રાજા સમાન બની જાય છે. શનિદેવ માર્ગી થવા પર કેટલાક જાતકોને શુભ તો કોઈને અશુભ ફળ આપશે. આવો જાણીએ શનિદેવના માર્ગી થવા પર કેવી રહેશે 12 રાશિઓની સ્થિતિ...
મેષ રાશિઃ આત્મસંયમ રહો. ક્રોધ તથા આવેશના અતિરેકથી બચો. મન પરેશાન રહેશે. કારોબારમાં વૃદ્ધિ થશે. લાભની તક મળશે. સંપત્તિમાં વધારો થઈ શકે છે.
વૃષભ રાશિઃ મન પ્રસન્ન રહેશે. આત્મવિશ્વાસ ભરપૂર રહેશે. શૈક્ષણિક કાર્યમાં સુખદ પરિણામ મળશે. કારોબારમાં ભાગદોડ વધુ રહેશે.
મિથુન રાશિઃ મન અશાંત રહેશે. આત્મસંયમ રાખો. અજાણ્યા ભયથી પરેશાન થઈ શકો છો. કોઈ મિત્ર પાસેથી કારોબારનો પ્રસ્તાવ મળી શકે છે. કારોબાર માટે યાત્રા પર જઈ શકો છો.
આ પણ વાંચોઃ Gochar 2023: 4 દિવસ પછી ઓગસ્ટનું સૌથી મોટું ગોચર, ત્રણ રાશિના જાતકોનો થઈ જશે બેડોપાર
કર્ક રાશિઃ મનમાં શાંતિ અને પ્રસન્નતા રહેશે. શૈક્ષણિક કાર્યમાં સફળ થશો. કોઈ મિત્રના સહયોગથી કારોબારમાં વધારો થશો. લાભમાં પણ વૃદ્ધિ થશે.
સિંહ રાશિઃ મન અશાંત રહેશે. ધૈર્ય બનાવી રાખવાનો પ્રયાસ કરો. નોકરી માટે પરીક્ષા તથા ઈન્ટરવ્યૂમાં સફળતા મળશે.
કન્યા રાશિઃ મન પ્રસન્ન રહેશે. આત્મવિશ્વાસ સારો રહેશે. નોકરીમાં અધિકારીઓનો સહયોગ મળશે. કાર્યક્ષેત્રમાં ફેરફારની સંભાવના બની રહી છે.
તુલા રાશિઃ માતાના સ્વાસ્થ્યમાં સુધાર થશે. કારોબારમાં મુશ્કેલી આવી શકે છે. પિતા પાસેથી ધનની પ્રાપ્તિ થઈ શકે છે. પરિવારની સાથે યાત્રા પર જઈ શકો છો.
વૃશ્ચિક રાશિઃ શૈક્ષણિક કાર્યમાં મુશ્કેલી આવી શકે છે. સાવચેત રહો. કોઈ મિત્રના સહયોગથી નોકરીની તક મળી શકે છે. આવકમાં વધારો થશે. પરિવારમાં સુખ-શાંતિ રહેશે.
આ પણ વાંચોઃ રવિવારે ન કરવા આ 5 કામ, કરનારના ઘરમાં વધે છે ગરીબી, છીનવાઈ જાય છે સુખ-શાંતિ
ધન રાશિઃ મન પરેશાન રહેશે. આત્મવિશ્વાસમાં કમી રહેશે. સંયમ રાખો. વ્યર્થના ક્રોધ તથા વાદ વિવાદથી બચો. કારોબાર માટે વિદેશ યાત્રાનો યોગ બની રહ્યો છે.
મકર રાશિઃ મન પરેશાન રહેશે. સંયમ રાખો. ધૈર્યશિલતા બનાવી રાખો. પરિવારના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. કારોબારમાં ફેરફારનો યોગ બની રહ્યો છે. પરિશ્રમ વધુ રહેશે.
કુંભ રાશિઃ આત્મવિશ્વાસની કમી રહેશે. પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. ચિકિત્સા ખર્ચ વધી શકે છે. ધાર્મિક સંગીતમાં રસ વધી શકે છે. કારોબાર પર ધ્યાન આપો.
મીન રાશિઃ વાણીમાં મધુરતા રહેશે. પરંતુ નોકરીમાં અધિકારીઓ સાથે સદ્ભાવ બનાવી રાખો. નોકરીમાં સ્થાન પરિવર્તનની સંભાવના બની રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube