આ 4 રાશિવાળા પર જલદી મહેરબાન થશે શનિદેવ, આ તારીખથી ખુલી જશે બંધ નસીબનું તાળું
Shani Margi 2023 date: જ્યોતિષ શાસ્ત્ર મુજબ શનિ સૌથી ધીમી ચાલ ચલીને અઢી વર્ષમાં રાશિ પરિવર્તન કરે છે. આ સમય શનિ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં છે અને વક્રી ચાલ ચલી રહ્યા છે. શનિની વક્રી ચાલ સારી નથી ગણાતી.
Shani Margi 2023 date: જ્યોતિષ શાસ્ત્ર મુજબ શનિ સૌથી ધીમી ચાલ ચલીને અઢી વર્ષમાં રાશિ પરિવર્તન કરે છે. આ સમય શનિ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં છે અને વક્રી ચાલ ચલી રહ્યા છે. શનિની વક્રી ચાલ સારી નથી ગણાતી. શનિ 4 નવેમ્બર 2023 સુધી વક્રી રહેશે. ત્યાં સુધી શનિ ઉલ્ટી ચાલ ચલીને અનેક રાશિવાળાને પરેશાન કરશે. જ્યારે 4 નવેમ્બર બાદ શનિ માર્ગી થશે અને કેટલાક રાશિવાળાને તગડો ફાયદો કરાવશે. કઈ રાશિવાળાનેમાર્ગી શનિ સકારાત્મક લાભ કરાવશે તે ખાસ જાણો.
વૃષભ રાશિ
વૃષભ રાશિવાળા માટે શનિની માર્ગી ચાલ ખુબ લાભ કરાવશે. આ જાતકોને કરિયર, વેપારમાં મોટો ફાયદો કરાવશે. આવક વધશે. ઊંચુ પદ મળશે. નવી નોકરીની શોધ પૂરી થશે. તમને કોઈ મોટી સફળતા મળી શકે છે. જીવનમાં સુખ, સમૃદ્ધિ, શાંતિ અને શુકૂન વધશે. સિંગલ જાતકોને લાઈફ પાર્ટનર મળી શકે છે.
મિથુન રાશિ
મિથુન રાશિવાળાને શનિની સીધી ચાલ લાભ કરાવશે. ભાગ્યનો ભરપૂર સાથ મળશે. મહેનતનું પૂરેપૂરું ફળ મળશે. ધન પ્રાપ્તિ થઈ શકે છે. તમારા વડીલોની દેખભાળ કરો. તેમના આશીર્વાદથી તમારા બગડતા કામ પણ બનવા લાગશે.
તુલા રાશિ
તુલા રાશિવાળા માટે શનિની માર્ગી ચાલ સારા પરિણામ આપશે. કાર્યક્ષેત્રમાં લાભદાયક ફળ મળશે. કોઈ મોટી ઉપલબ્ધિ મળશે. જીવન ખુશીઓથી ભરાઈ જશે. સંતાન સંબંધિત સારા સમાચાર મળી શકે છે. તમે ઉત્સાહિત મહેસૂસ કરશો.
ધનુ રાશિ
શનિની સીધી ચાલ ધનુ રાશિના જાતકોને શુભ ફળ આપશે. નોકરીમાં નવી તક મળશે. પદોન્નતિ મળશે. તમારી જવાબદારી વધશે. તેનો ભવિષ્યમાં લાભ વધશે. મહેનતનું પૂરું ફળ મળવાથી તમે ખુશ અને ઉત્સાહિત રહેશો.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)