Shani Gochar 2024: શનિદેવનું રાશિ પરિવર્તન જેટલું પ્રભાવશાળી હોય છે એટલું જ મહત્વનું શનિના નક્ષત્ર પરિવર્તનનું પણ હોય છે. શનિ જ્યારે નક્ષત્ર બદલે છે ત્યારે પણ લોકોના જીવનમાં ઊથલપાથલ થઈ જતી હોય છે. શ્રાવણ મહિનામાં રવિવાર અને 18 ઓગસ્ટે શનિ પૂર્વા ભાદ્રપદ નક્ષત્રના દ્વિતીય ચરણમાંથી નીકળી પ્રથમ ચરણમાં પ્રવેશ કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલ શનિ સ્વરાશિ કુંભમાં વક્રી ચાલ ચાલી રહ્યા છે. વક્રી અવસ્થામાં જ શનિ નક્ષત્ર પરિવર્તન કરશે. જેના કારણે 3 રાશિવાળા લોકોના જીવનમાં સૌથી વધુ અસર થશે. આ રાશિના લોકોના જીવનમાં સંકટ પણ આવી શકે છે. જો કે શનિદેવના આ સંકટથી બચવું હોય તો તેના ઉપાય પણ જણાવવામાં આવ્યા છે. સૌથી પહેલા જાણી લો કઈ કઈ રાશિવાળાઓએ 18 ઓગસ્ટ પછી સંભાળીને રહેવું પડશે.


આ પણ વાંચો: Samsaptak Yog 2024: ઓગસ્ટમાં ચમકશે 5 રાશિવાળાઓનું ભાગ્ય, સમસપ્તક યોગ વરસાવશે ધન


શનિની બદલાયેલી ચાલ 3 રાશિઓને કરશે બેહાલ


શનિ વક્રી અવસ્થામાં જે રીતે ચાલ બદલશે તેના કારણે મિથુન, સિંહ અને વૃશ્ચિક રાશિના લોકોએ સંભાળીને રહેવું પડશે. આ રાશિના લોકોને ધનહાનિ થઈ શકે છે. સંબંધો પર પણ અસર થઈ શકે છે. આ સમય દરમિયાન બિઝનેસમાં ચિંતા વધી શકે છે. સ્વભાવમાં અહંકાર વધી શકે છે. આ સમય દરમિયાન મન પણ અશાંત રહેશે.


આ પણ વાંચો: Astrology: મંગળ-શનિની કેંદ્ર દ્રષ્ટિથી માલામાલ થશે 3 રાશિઓ, ભાગ્ય હશે સાતમા આસમાને


શનિની વિપરીત અસરથી બચવાના ઉપાય


શનિની ચાલ બદલવાથી મિથુન, સિંહ અને વૃશ્ચિક રાશિના લોકોના જીવનમાં સંકટ આવી શકે છે. આ સંકટથી બચવું હોય તો તેઓ શ્રાવણ માસ દરમિયાન નીચે દર્શાવેલા ઉપાયો કરી શકે છે.


શનિના સંકટથી બચવાના ઉપાય


આ પણ વાંચો: Budh Asta 2024: આજથી 28 ઓગસ્ટ સુધી બુધ રહેશે અસ્ત, 3 રાશિ માટે આ સમય ગોલ્ડન પીરિયડ


- ભૂખ્યાને ભોજન કરાવો.
- રોટલી પર સરસવનું તેલ લગાવી કાળી ગાયને ખવડાવો.
- વાંદરાને કેળા ખવડાવો.
- માછલીઓને લોટની ગોળી ખવડાવવાથી લાભ થાય છે.
- કબૂતરોને દાણા દેવાથી શનિ સંબંધિત કષ્ટ દુર થાય છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)