Shani Gochar 2025: ગ્રહોના ન્યાયાધીશ શનિદેવ ફેબ્રુઆરી મહિનામાં પોતાની સ્થિતિમાં ફેરફાર કરશે. શનિ ગ્રહ હાલ પુર્વા ભાદ્રપદ નક્ષત્રના પ્રથમ પદમાં છે. 2 ફેબ્રુઆરી 2025 ના રોજ શનિ પૂર્વા ભાદ્રપદ નક્ષત્રના દ્વિતીય પદમાં ગોચર કરશે. શનિનું આ ગોચર બે ફેબ્રુઆરીએ રાત્રે 8:51 મિનિટે થશે. શનિ ગ્રહની સ્થિતિમાં થયેલો ફેરફાર મેષથી લઈને મીન સુધીની રાશિઓને પ્રભાવિત કરશે. શનિની સ્થિતિમાં જે ફેરફાર થવાનો છે તેમાં કેટલીક રાશિઓએ સતર્ક રહેવાની જરૂર છે તો કેટલીક રાશિઓ માટે આ સમય ગોલ્ડન પિરિયડ જેવો હશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: વર્ષ 2025 માં 80 દિવસ અસ્ત રહેશે બુધ ગ્રહ, અસ્ત થઈને પણ 5 રાશિઓને કરાવશે લાભ


રાશિ ચક્રની 3 રાશિ એવી છે જેમને આ સમય દરમિયાન ધન લાભ થવાની સંભાવના છે. 2 ફેબ્રુઆરીથી આ રાશિના લોકોને ભાગ્યનો સાથ મળશે. આ રાશિના લોકો પર શનિદેવની વિશેષ કૃપા થશે. આ ત્રણ રાશિ કઈ છે ચાલો તમને જણાવીએ. 


મિથુન રાશિ 


મિથુન રાશિના લોકોને પર્સનલ અને પ્રોફેશનલ લાઇફમાં સફળતા મળી શકે છે. વેપારીઓ માટે આ સમય વધારે લાભકારી રહેશે પરિવારનો સાથ મળશે. યાત્રાના યોગ બની રહ્યા છે. વેપાર સંબંધિત યાત્રામાં સફળતા મળી શકે છે. ધનની આવક વધશે. 


આ પણ વાંચો: Bad Habits: સ્ત્રીની 8 ખરાબ આદતો ઘરમાં લાવે છે ગરીબી, ધન બચાવવું હોય તો તુરંત સુધારો


કર્ક રાશિ 


કર્ક રાશિના લોકો માટે પણ શનિની સ્થિતિ લાભકારી રહેશે. કાર્ય સ્થળ પર અધિકારીઓનો સહયોગ મળશે અને સારી તક મળશે. નોકરીમાં સ્થિતિ પહેલાં કરતાં સુધરશે. સિંગલ લોકોના લગ્ન પણ નક્કી થઈ શકે છે. આકસ્મિક ધનલાભના યોગ બની રહ્યા છે. 


આ પણ વાંચો: સંકટથી બચાવી લેશે ઊંધો સાથિયો, જાણો ક્યારે અને ક્યાં કરવો ? ભાગ્ય બદલી શકે છે આ ઉપાય


મકર રાશિ 


મકર રાશિ માટે પણ આ સમય ભાગ્યવર્ધક રહેશે. વ્યવસાય ક્ષેત્રે સફળતા મળી શકે છે. નોકરીમાં ઉન્નતિની તકો મળશે. ભૂમિ, ભવન અને વાહન સુખ વધે તેવી સંભાવના. સુખદ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. નોકરી શોધતા લોકોને સફળતા મળશે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)