વક્રી અવસ્થામાં શનિ નક્ષત્ર પરિવર્તન કરીને આ 3 રાશિવાળાનો બેડો પાર કરશે, અકલ્પનીય ધનલાભ થશે, અધૂરા કામ પૂરા થશે
Shani Gochar: વૈદિક જ્યોતિષમાં કર્મના સ્વામી અને ન્યાયાધીશ તરીકે શનિદેવની ગણતરી થાય છે. જેઓ 29 જૂન 2024થી ઉલ્ટી ચાલ એટલે કે વક્રી ચાલ ચાલી રહ્યા છે. પોતાની આ ચાલમાં શનિ 18 ઓગસ્ટથી નક્ષત્ર પરિવર્તન કરશે. જેની અસર તમામ રાશિના જાતકો પર પડશે.
વૈદિક જ્યોતિષમાં કર્મના સ્વામી અને ન્યાયાધીશ તરીકે શનિદેવની ગણતરી થાય છે. જેઓ 29 જૂન 2024થી ઉલ્ટી ચાલ એટલે કે વક્રી ચાલ ચાલી રહ્યા છે. પોતાની આ ચાલમાં શનિ 18 ઓગસ્ટથી નક્ષત્ર પરિવર્તન કરશે. જેની અસર તમામ રાશિના જાતકો પર પડશે. રવિવારે 18 ઓગસ્ટના રોજ રાતે 10.03 વાગે શનિ પૂર્વ ભાદ્રપદ નક્ષત્રના પહેલા પદ (ચરણ)માં પ્રવેશ કરશે. તેમના આ નક્ષત્ર ગોચરથી 3 રાશિના જાતકોનું ભાગ્ય પલટાઈ શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે...
ભાદ્રપદ નક્ષત્રમાં શનિ ગોચરની સકારાત્મક અસર....
મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે ભાદ્રપદ નક્ષત્રમાં શનિ ગોચર અનુકૂળ સિદ્ધ થઈ શકે છે. વેપારમાં દરેક નિર્ણય સમજી વિચારીને લેવાની પ્રવૃત્તિ વિક્સિત થશે. તેનાથી ધનલાભના માર્જિનમાં ઉછાળો આવશે. કોઈને આપેલું કરજ પાછું મળે તેવી પ્રબળ શક્યતા છે. ભાગીદારના સહયોગથી અટવાયેલા કામમાં પ્રગતિ થશે. નોકરીયાતોને ધન આવકના નવા સ્ત્રોત પ્રાપ્ત થશે. ઓફિસમાં બોસનો સહયોગ અને સમર્થન મળશે. માનસિક તણાવથી મુક્તિ મળવાના યોગ છે. કૌટુંબિક જીવનમાં ખુશીઓ વધશે. વિદેશ પ્રવાસ કરી શકો છો.
તુલા રાશિ
તુલા રાશિના જાતકો માટે ભાદ્રપદ નક્ષત્રમાં શનિ ગોચર ખુબ લાભકારી સિદ્ધ થઈ શકે છે. વેપારમાં ટેક્સ સંબંધિત વિવાદ ઉકેલાઈ શકે છે. સેલ્સના ઉપાયોગ પર ભાર મૂકવાથી સારો એવો ધનલાભ થઈ શકે છે. વેપાર અંગેની મુસાફરીથી નવી ડીલ થઈ શકે છે. યોગ્ય અને અનુભવી કર્મચારીઓની ભરતીથી લાભ થશે. વિદ્યાર્થીઓને સીનિયર લોકોનો પૂરેપૂરો સહયોગ મળશે. પ્રોજેક્ટ સંબંધિત ચિંતાઓ દૂર થશે. કોઈ ચેપી બીમારીથી મુક્તિ મળવાથી પ્રસન્ન રહેશો. લાઈફ પાર્ટનરની મદદથી જીવનને વ્યવસ્થિત કરવામાં સફળ રહેશો.
મકર રાશિ
મકર રાશિના જાતકો માટે ભાદ્રપદ નક્ષત્રમાં શનિના ગોચરથી વેપાર અને સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીઓ દૂર થવાના યોગ બની રહ્યા છે. કોઈ મોટી વેપારી ડીલમાં સફળતા મળી શકે છે. વેપારીના વિસ્તાર માટે આ એક યોગ્ય સમય છે. ભવિષ્યમાં લાભ થવાની શક્યતા છે. પાર્ટનરશીપના ધંધામાં નફો વધવાના પ્રબળ યોગ છે. કોઈ કાનૂની વિવાદથી છૂટકારો મળી શકે છે. નોકરીયાતોની આવકમાં વધારો થઈ શકે છે. નવું વાહન આવી શકે છે. કુટુંબમાં પ્રસન્નતા વધશે. વિદ્યાર્થીઓને કોલેજ ટુર પર જવાની તક મળશે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)