રાહુના નક્ષત્ર શતભિષામાં આજે શનિની થઈ રહી છે એન્ટ્રી, આ 3 રાશિઓ પર વરસશે શનિદેવની કૃપા, કિસ્મત ચમકી જશે
. શતભિષા નક્ષત્ર નવમું નક્ષત્ર છે અને તેનો સ્વામી રાહુ છે. શનિની નાનામાં નાની ઘટના વિવિધ રાશિઓ પર પ્રભાવ છોડે છે. રાહુના નક્ષત્રમાં શનિના જવાથી અનેક રાશિઓ માટે સારા દિવસો અને કેટલાક માટે પ્રતિકૂળ દિવસો રહેશે. શનિું આ પરિવર્તન ખાસ છે. આ પરિવર્તનથી વિવિધ રાશિઓ માટે યોગ બની રહ્યા છે. શનિના આ પરિવર્તનથી કઈ રાશિઓને ફાયદો થશે તે ખાસ જાણો.
આજે રાહુના નક્ષત્રમાં શનિ પ્રવેશ કરવા જઈ રહ્યો છે. શનિનું આ જો કે રાશિ પરિવર્તન નથી કારણ કે શનિ હજુ પણ કુંભ રાશિમાં ગોચર કરી રહ્યો છે અને વર્ષ 2024માં પણ શનિદેવ આ જ રાશિમાં રહેશે પરંતુ શનિનું નક્ષત્ર પરિવર્તન થતું રહે છે. હાલ શનિ કુંભ રાશિમાં રહીને જ આ નક્ષત્ર પરિવર્તન કરી રહ્યા છે. શનિ હવે ઘનિષ્ઠા નક્ષત્રમાથી નીકળીને શતભિષા નક્ષત્રમાં ગોચર કરી રહ્યા છે. શતભિષા નક્ષત્ર નવમું નક્ષત્ર છે અને તેનો સ્વામી રાહુ છે. શનિની નાનામાં નાની ઘટના વિવિધ રાશિઓ પર પ્રભાવ છોડે છે. રાહુના નક્ષત્રમાં શનિના જવાથી અનેક રાશિઓ માટે સારા દિવસો અને કેટલાક માટે પ્રતિકૂળ દિવસો રહેશે. શનિું આ પરિવર્તન ખાસ છે. આ પરિવર્તનથી વિવિધ રાશિઓ માટે યોગ બની રહ્યા છે. શનિના આ પરિવર્તનથી કઈ રાશિઓને ફાયદો થશે તે ખાસ જાણો.
મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે આ નક્ષત્ર પરિવર્તન ખુબ ખાસ છે. ખાસ કરીને તમને જે સફળતાના યોગ મળવાના બંધ થઈ ગયા હતા તેના હવે રસ્તા ખુલી જશે. શનિ તમારું બેંક બેલેન્સ વધારશે.
મિથુન, સિંહ રાશિ
મિથુન અને સિંહ રાશિ માટે પણ શનિનું રાહુના નક્ષત્રમાં જવું શુભ પરિણામ આપશે. આથી આ બંને રાશિઓના લોકોને ધનલાભની સાથે સાથે કરિયર ગ્રોથના ચાન્સ પણ મળી રહ્યા છે. મિથુન રાશિના લોકો માટે શનિ સુખના દિવસ લાવશે. તમે ઘરમાં કઈક મંગળ કાર્ય કરાવી શકો છો. શનિદેવ આ બંને રાશિઓ માટે બગડેલા કામ પાર પાડવાનું કામ કરશે. આથી આ બંને રાશિઓ માટે શનિનું નક્ષત્ર પરિવર્તન ફાયદાકારક સાબિત થઈ શકે છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)