Shani Sada Sati: હાલ મકર, કુંભ અને મીન પર ચાલે છે શનિની સાડાસાતી, જાણો મેષ સહિત આ રાશિઓ પર ક્યારે લાગશે સાડાસાતી?
શનિના રાશિ પરિવર્તનથી કોઈ રાશિ પર શનિની સાડા સાતી તો કોઈના પર ઢૈય્યા શરૂ થાય છે તો કોઈના પરથી આ પ્રભાવ દૂર થાય છે. શનિ અઢી વર્ષ સુધી એક રાશિમાં રહે છે અને પછી રાશિ બદલે છે. હાલ કુંભ, મકર અને મીન રાશિ પર શનિની સાડા સાતી અને કર્ક, વૃશ્ચિક રાશિ પર શનિની ઢૈય્યા ચાલે છે. શનિદેવ હવે 2025માં રાશિ પરિવર્તન કરીને મીનમાં ગોચર કરશે.
જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવને વિશેષ સ્થાન મળેલું છે. શનિને પાપી અને ક્રૂર ગ્રહ પણ કહેવાય છે. શનિના રાશિ પરિવર્તનને જ્યોતિષમાં ખુબ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. 29 માર્ચ 2025ના રોજ શનિ કુંભ રાશિમાંથી નીકળીને મીન રાશિમાં પ્રવેશ કરશે. શનિના રાશિ પરિવર્તનથી કોઈ રાશિ પર શનિની સાડા સાતી તો કોઈના પર ઢૈય્યા શરૂ થાય છે તો કોઈના પરથી આ પ્રભાવ દૂર થાય છે. શનિ અઢી વર્ષ સુધી એક રાશિમાં રહે છે અને પછી રાશિ બદલે છે.
હાલ કુંભ, મકર અને મીન રાશિ પર શનિની સાડા સાતી અને કર્ક, વૃશ્ચિક રાશિ પર શનિની ઢૈય્યા ચાલે છે. શનિદેવ હવે 2025માં રાશિ પરિવર્તન કરીને મીનમાં ગોચર કરશે. એટલે મકર રાશિ પરથી શનિની સાડા સાતી દૂર થશે અને વૃશ્ચિક તથા કર્ક રાશિના જાતકોને પણ શનિની ઢૈય્યાથી મુક્તિ મળશે. જ્યોતિષ માન્યતાઓ મુજબ દરેક વ્યક્તિએ જીવનમાં એકવાર તો શનિની સાડા સાતી અને ઢૈય્યા ભોગવવી પડે છે.
29 માર્ચના રોજ શનિ કુંભ રાશિમાંથી નીકળીને મીન રાશિમાં પ્રવેશ કરશે. શનિના રાશિ પરિવર્તનનો સીધો પ્રભાવ પાંચ રાશિઓ પર પડે છે. શનિના રાશિ પરિવર્તનથી કોઈ રાશિ પર શનિન સાડા સાતી શરૂ થાય છે તો કોઈના પર ઢૈય્યા, તો કોઈના પરથી આ સાડા સાતી અને ઢૈય્યાનો પ્રભાવ દૂર થાય છે. જાણો કઈ રાશિ પર ક્યારે શરૂ થશે હવે સાડા સાતી.
કઈ રાશિ પર ક્યારે શરૂ થશે સાડા સાતી
મેષ રાશિ- 29 માર્ચ 2025થી 31 મે 2032 સુધી
વૃષભ રાશિ- 3 જૂન 2027થી 13 જુલાઈ 2034 સુધી
મિથુન રાશિ- 8 ઓગસ્ટ 2029થી 27 ઓગસ્ટ 2036 સુધી
કર્ક રાશિ- 31 મે 2032થી 22 ઓક્ટોબર 2038 સુધી
સિંહ રાશિ- 13 જુલાઈ 2034થી 29 જાન્યુઆરી 2041 સુધી
કન્યા રાશિ- 27 ઓગસ્ટ 2036થી 12 ડિસેમ્બર 2043 સુધી
તુલા રાશિ- 22 ઓક્ટોબર 2038થી 8 ડિસેમ્બર 2046 સુધી
વૃશ્ચિક રાશિ- 28 જાન્યુઆરી 2041થી 3 ડિસેમ્બર 2049 સુધી
ધનુ રાશિ- 12 ડિસેમ્બર 2043થી 3 ડિસેમ્બર 2049 સુધી
(Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)