શનિનો ચાંદીનો પાયો: મિથુન સહિત આ 3 રાશિના જાતકોને શનિદેવ કરાવશે તગડો લાભ, અપાર ધન-સંપત્તિના માલિક બનાવશે
Saturn Transit 2023 in Aquarius: જ્યોતિષશાસ્ત્ર મુજબ દરેક ગ્રહ સમયાંતરે રાશિ પરિવર્તન કરે છે. હાલમાં જ 17 જાન્યુઆરીએ શનિ ગોચર કરીને પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં પહોંચ્યો છે. કુંભમાં શનિના રાશિ પરિવર્તનની સાથે સાથે શનિએ પાયો પણ બદલ્યો છે. શનિ રાશિઓમાં સોના, ચાંદી, તાંબા, અને લોઢાના પાયે ચાલે છે.
Saturn Transit 2023 in Aquarius: જ્યોતિષશાસ્ત્ર મુજબ દરેક ગ્રહ સમયાંતરે રાશિ પરિવર્તન કરે છે. હાલમાં જ 17 જાન્યુઆરીએ શનિ ગોચર કરીને પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં પહોંચ્યો છે. કુંભમાં શનિના રાશિ પરિવર્તનની સાથે સાથે શનિએ પાયો પણ બદલ્યો છે. શનિ રાશિઓમાં સોના, ચાંદી, તાંબા, અને લોઢાના પાયે ચાલે છે. શનિ કુંભમાં રહેશે તે દરમિયાન 3 રાશિઓમાં ચાંદીના પાયે ચાલશે અને આ રાશિના જાતકોને અપાર ધન લાભ, પ્રગતિ કરાવશે. આવો જાણીએ કે શનિનો ચાંદીનો પાયો કઈ રાશિના જાતકોનું ભાગ્ય ચમકાવશે.
શનિનો ચાંદીનો પાયો આ રાશિવાળાનું ભાગ્ય ચમકાવી નાખશે
તુલા રાશિ
શનિના રાશિ બદલતા જ તુલા રાશિ પર ઢૈય્યા હટી ગઈ છે. આ સાથે જ તુલા રાશિ પર શનિ દેવનું ગોચર ચાંદીના પાયા પર છે. આથી તુલા રાશિના જાતકોને શનિ અપાર ધન લાભ કરાવશે. આ જાતકોને આગામી અઢી વર્ષમાં ખુબ પ્રગતિ થશે. કોઈ પણ મટી પરીક્ષા, ઈન્ટરવ્યુમાં સફળતા મળી શકે છે. સંતાન પ્રાપ્તિના યોગ બનશે.
મિથુન રાશિ
મિથુન રાશિવાળાને શનિ ગોચર અને શનિનો ચાંદીનો પાયો ખુબ લાભ કરાવશે. શનિ આ જાતકોનો ભાગ્યોદય કરાવી શકે છે. કામકાજમાં થોડી મહેનત કરવી પડશે પરંતુ તેનાથી ખુબ સારું ફળ પણ મળશે. પ્રમોશન થઈ શકે છે. કરિયર માટે હિતકારી રહેશે. માન સન્માન વધશે. રાજકારણમાં સક્રિય લોકોને વિશેષ લાભ થઈ શકે છે.
પૂજામાં આ ચાર વસ્તુઓ ક્યારેય નથી થતી વાસી..આ રીતે તમે ફરીથી કરી શકો છો ઉપયોગ...
વૃષભ સહિત આ રાશિવાળા પર હંમેશા રહે છે માતા લક્ષ્મીની અમીદ્રષ્ટિ, ધન-ધાન્યના ભંડાર
વસંત પંચમી ક્યારે છે અને કયા કયા છે શુભ મુહૂર્ત?...તમામ વિગતો ખાસ જાણો
મકર રાશિ
મકર રાશિવાળાઓને પણ શનિનું ગોચર તથા શનિનું ચાંદીના પાયા પર ગોચર તગડો લાભ કરાવશે. સ્વાસ્થ્ય સુધરશે. જૂની બીમારીમાંથી રાહત મળશે. નોકરીમાં પ્રગતિના યોગ છે. આવક વધશે. મોટી પ્રોપર્ટી ખરીદી શકો છો. મોટું પદ મળી શકે છે. વેપાર કરનારાઓના સંપર્ક સારા થશે. કારોબાર દૂર દૂર સુધી ફેલાશે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube