Pishach Yog: શનિ-રાહુની અશુભ યુતિથી બનશે પિશાચ યોગ, આ 5 રાશિવાળાઓની વધશે પરેશાની, કરાવશે નુકસાન

Pishach Yog: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ટુંક સમયમાં મીન રાશિમાં શનિ અને રાહુની યુતિ સર્જાશે. આ બંને ગ્રહની યુતિથી પિશાચ નામનો યોગ બનશે જે અશુભ છે અને 5 રાશિ માટે તો ભયંકર સાબિત થઈ શકે છે. તેથી આ રાશિઓએ અત્યારથી જ સંભાળીને રહેવું જોઈએ.
Pishach Yog: માર્ચ મહિનામાં શનિ દેવગુરુ બૃહસ્પતિની રાશી મીનમાં ગોચર કરવા જઈ રહ્યા છે. આ રાશિમાં શનિ અને રાહુની અશુભ યુતિ બનવા જઈ રહી છે. જ્યોતિષ ગણાના અનુસાર ગુરુની રાશિમાં શનિ અને રાહુની યુતિથી પિશાચ યોગ બનશે. જ્યોતિષશાસ્ત્રમાં આ યોગને અશુભ ગણવામાં આવે છે. રાહુ અને શનિની યુતી વિનાશકારી માનવામાં આવે છે. માર્ચ મહિનામાં મીન રાશિમાં જે પિશાચ યોગ બનવાનો છે તે 5 રાશિના લોકોના જીવનને પ્રભાવિત કરશે. તો ચાલો તમને જણાવીએ શનિ અને રાહુનો પિશાચ યોગ કઈ પાંચ રાશિના લોકો માટે અશુભ છે અને તેમને કેવું ફળ ભોગવવું પડી શકે છે ?
પિશાચ યોગથી 5 રાશિને થશે સમસ્યા
આ પણ વાંચો: દૈનિક રાશિફળ 30 જાન્યુઆરી: મિથુન રાશિ માટે દિવસ શુભ, ધંધા અને નોકરીમાં સફળતા મળશે
કર્ક રાશિ
કર્ક રાશિના લોકો માટે સમય મુશ્કેલ સાબિત થઈ શકે છે. કામ સંબંધિત યાત્રાના કારણે સ્વાસ્થ્ય પ્રભાવિત થઈ શકે છે. ખાસ કરીને પ્રાઈવેટ જોબ કરતા લોકોને સતર્ક રહેવું પડશે. 17 જૂન સુધી કોઈપણ પ્રકારનું રોકાણ કરવાનું ટાળવું.
કન્યા રાશિ
કન્યા રાશિના લોકોએ સમજ્યા વિચાર્યા વિના નિર્ણય લેવાથી બચવું. નુકસાન થઈ શકે છે. મહેનત કરવા છતા સફળતા ન મળે તેવું બને. કરજ લેવાની સ્થિતિ સર્જાઈ શકે છે. આર્થિક સ્થિતિમાં અત્યારથી સંતુલન જાળવી રાખો. ખર્ચ અંગે સમજી-વિચારીને નિર્ણય લેવો.
આ પણ વાંચો: ઘરમાં પૈસાની તંગીનું કારણ બને છે આ 4 વસ્તુ, પરિવારના એક એક વ્યક્તિને કરી દે છે કંગાળ
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના લોકોએ સ્વાસ્થ્યને લઈને વિશેષ ધ્યાન રાખવું જોઈએ. સરકારી અધિકારીઓમાં મતભેદ થઈ શકે છે. ખોટી રીતે કમાયેલું ધન પરત કરવું પડી શકે છે. પ્રેમ સંબંધોમાં સાવધાની રાખવી. સંબંધ તુટી પણ શકે છે. વાહન ચલાવતી વખતે સાવધાની રાખો.
કુંભ રાશિ
કુંભ રાશિના લોકો માટે સમય પડકારજનક રહેશે. અહંકાર અને ભ્રમની સ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે. જીવનસાથી સાથે મતભેદ વધી શકે છે. પારિવારિક શાંતિ પ્રભાવિત થઈ શકે છે. સંબંધોને પ્રાથમિકતા આપવી.
આ પણ વાંચો: 2 ફેબ્રુઆરીએ શનિની સ્થિતિ બદલશે, 3 રાશિઓનું ભાગ્ય થશે મજબૂત, થશે અણધાર્યો લાભ
મીન રાશિ
મીન રાશિના લોકોને સ્વાસ્થ્ય સમસ્યા પરેશાન કરી શકે છે. અનાવશ્યક ખર્ચ વધવાથી બજેટ બગડી શકે છે. જરૂરી કામ અટકી શકે છે. દર શનિવારે શનિ મંદિરમાં સરસવના તેલનો દીવો કરવાથી લાભ થશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)