Shani Sade Sati: શનિની સાડાસાતીની આ રાશિઓ પર નથી થતી અસર, નથી અટકતાં કોઈ કામ
Shani Sade Sati: શનિના રાશિ પરિવર્તનથી અલગ અલગ રાશિને સાડાસાતી અને પનોતી જેવા મુશ્કેલ સમયનો સામનો કરવો પડે છે. જ્યારે સાડાસાતી ચાલતી હોય ત્યારે વ્યક્તિને દરેક કાર્યમાં બાધા નડે છે અને લીધેલા નિર્ણય ખોટા સાબિત થવા લાગે છે. આવી સ્થિતિમાં એક પછી એક પરેશાનીઓ ઊભી થતી રહે છે.
Shani Sade Sati: જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિ ગ્રહ સૌથી ધીમી ગતિએ એક રાશિમાંથી બીજી રાશિમાં જાય છે. રાશિ પરિવર્તન કરતાં શનિને અઢી વર્ષનો સમય લાગે છે. શનિના રાશિ પરિવર્તનથી અલગ અલગ રાશિને સાડાસાતી અને પનોતી જેવા મુશ્કેલ સમયનો સામનો કરવો પડે છે. જ્યારે સાડાસાતી ચાલતી હોય ત્યારે વ્યક્તિને દરેક કાર્યમાં બાધા નડે છે અને લીધેલા નિર્ણય ખોટા સાબિત થવા લાગે છે. આવી સ્થિતિમાં એક પછી એક પરેશાનીઓ ઊભી થતી રહે છે.
આ પણ વાંચો:
Budh Surya Yuti: આ રાશિના લોકોને મળશે અપાર સફળતા અને ધન, બુધાદિત્ય રાજયોગથી થશે લાભ
શુક્રવારે સવારે અને સાંજે કરો આ કામ, માતા લક્ષ્મીની કૃપાથી ધનથી ભરેલી રહેશે તિજોરી
જેઠ મહિનાની પૂનમ પર સર્જાશે અતિ દુર્લભ યોગ, આ કામ કરી લેવાથી ધન-ધાન્યમાં થશે વૃદ્ધિ
દરેક વ્યક્તિને આ સમયનો સામનો ક્યારેક તો કરવો પડે છે. જોકે જ્યોતિષશાસ્ત્ર અનુસાર ત્રણ રાશિ એવી છે જેમને સાડાસાતી નો ખુબ જ ઓછો પ્રભાવ સહન કરવો પડે છે. આ રાશિના જાતકો ઉપર શનિના દોષની અસર ઓછી પડે છે. તેમના કોઈપણ કામ અટકતા નથી.
આ રાશિના જાતકોને શનિનો દુષ્પ્રભાવ ઓછો સહન કરવો પડે છે પરંતુ કાર્યમાં સફળ થવા માટે મહેનત વધારે કરવી પડે છે. મહેનત કરવાથી આ રાશિના લોકોને નિશ્ચિત સફળતા પ્રાપ્ત થાય છે. કુંભ અને મકર શનિની સ્વરાશિ છે. જ્યારે તુલા રાશિમાં શનિ ઉચ્ચ હોય છે. તેથી આ ત્રણ રાશીના જાતકોને પણ સાડાસાતીનો ખરાબ પ્રભાવ ઓછો સહન કરવો પડે છે.
આ સિવાય જો કોઈ વ્યક્તિની કુંડળીમાં શનિ ત્રીજા, છઠ્ઠા, આઠમા અને બારમા ભાવમાં ઉચ્ચ સ્થાનમાં હોય ત્યારે પણ તેને શનિનો અશુભ પ્રભાવ સહન કરવો પડતો નથી. આવી સ્થિતિમાં શનિ શુભ ફળ આપે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)