Shani Shadesati Upay: શનિ કર્મના ફળ અનુસાર ન્યાય કરનાર દેવતા છે. પરંતુ જો શનિની કુદષ્ટિ વ્યક્તિના જીવન પર પડે તો વ્યક્તિ બરબાદ પણ થઈ શકે છે. ખાસ કરીને શનિની સાડેસાતી અને ઢૈયાનો સમય ચાલતો હોય ત્યારે વ્યક્તિ માટે આ ખૂબ જ કષ્ટદાઈ સમય હોય છે. આ સમય દરમિયાન વ્યક્તિને આર્થિક, શારીરિક, માનસિક અને પારિવારિક જીવનમાં અનેક સમસ્યાઓ ભોગવવી પડે છે. જોકે જ્યોતિષશાસ્ત્રમાં એવા ઉપાયો પણ જણાવવામાં આવ્યા છે જે વ્યક્તિને સાડેસાતી અને ઢૈયાના કષ્ટથી રાહત અપાવી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: 18 થી 24 ડિસેમ્બર સુધીનો સમય કઈ કઈ રાશિઓ માટે છે શુભ જાણી લો સાપ્તાહિક રાશિફળ પરથી


શનિની સાડેસાતી અને ઢૈયાનો સમય વ્યક્તિ માટે ઘાતક પણ સાબિત થઈ શકે છે. આ સિવાય જે વ્યક્તિની કુંડળીમાં શનિ અશુભ સ્થિતિમાં હોય એવા લોકોને પણ શનિ ખૂબ જ કષ્ટ આપે છે. આવી સ્થિતિમાં જો તમે તમારી પાસે કેટલીક વસ્તુઓ રાખો છો તો શનિના કારણે થતી સમસ્યાઓ ઓછી થઈ શકે છે. આજે તમને જણાવીએ એવા કયા કામ છે જેને કરવાથી શનિ પીડાથી રાહત મળી શકે છે.


લોઢાની વસ્તુ


શનિ દોષના કારણે જો તમારી સાથે વારંવાર દુર્ઘટનાઓ થતી હોય અથવા તો સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ રહેતી હોય તો શનિવારના દિવસે જરૂરિયાત મંદ વ્યક્તિને ભોજન બનાવવાના લોઢાના વાસણ દાનમાં આપો.


આ પણ વાંચો: ઘરમાં સુખ સમૃદ્ધિ વધારવા માટે વાસ્તુના આ નિયમોનું કરો પાલન, દેખાશે તુરંત અસર


ઘોડાની નાળ


ઘોડાના પગમાં જે નાળ લગાવેલી હોય છે તે શનિ કષ્ટથી રાહત અપાવવામાં મદદ કરી શકે છે. તેના માટે શુક્રવારના દિવસે ઘોડાની નાળને સરસવનું તેલ લગાડીને ઘરના મુખ્ય દ્વારની ઉપરની તરફ લગાડી દો. 


પીપળાનો ઉપાય


શનિ કષ્ટથી રાહત મેળવવા માટે શનિવારે પીપળાના ઝાડની નીચે સરસવના તેલનો દીવો કરવો ત્યાર પછી પીપળાના ઝાડની 21 પરિક્રમા કરવી આમ કરવાથી શનિ સાડાસાતી અને ઢૈયાના કષ્ટથી રાહત મળે છે.


આ પણ વાંચો: આ 3 રાશિઓ માટે 2024 હશે કષ્ટદાયી, નસીબ નહીં આપે સાથ, અનેક સમસ્યાનો કરવો પડશે સામનો


લોઢાની વીંટી


શનિ દોષથી રાહત મેળવવા માટે ઘોડાની નાળમાંથી બનેલી વીટી ધારણ કરવાની સલાહ પણ આપવામાં આવે છે. શનિવારના દિવસે ઘોડાની નાળમાંથી બનેલી વીંટીને સરસવના તેલમાં રાખો અને ત્યાર પછી તેને પાણીથી ધોઈને મધ્યમાં આંગળીમાં ધારણ કરવી.


છાયા દાન


શનિના કષ્ટથી રાહત મેળવવાનો આ અચૂક ઉપાય છે. શનિવારના દિવસે સવારે લોઢાના વાસણમાં સરસવનું તેલ ભરો અને તેમાં એક રૂપિયાનો સિક્કો રાખો. હવે આ તેલમાં પોતાનો ચહેરો જોઈ અને તેલ સહિત પાત્ર નિર્ધન વ્યક્તિને દાનમાં આપો અથવા તો પીપળાના ઝાડની નીચે રાખો. આ પાત્ર તમે શનિ મંદિરમાં પણ રાખી શકો છો.


આ પણ વાંચો: વર્ષ 2024માં 4 રાશિઓ પર મહેરબાન રહેશે શનિ, દરેક કામ થશે સફળ, ચારેતરફથી થશે ધનલાભ


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)