જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગ્રહોના રાજા ગણાતા સૂર્ય એક નિશ્ચિત સમયગાળા બાદ રાશિ પરિવર્તન કરે છે. આવામાં સૂર્યદેવ કોઈને કોઈ ગ્રહ સાથે યુતિ કરતા હોય છે. હવે સૂર્યની તેમના પુત્ર શનિ સાથે યુતિ થવાની છે. અત્રે જણાવવાનું કે જ્યોતિષમાં બંને વચ્ચે શત્રુતા ભાવ હોવાનું કહેવાય છે. આવામાં કેટલીક રાશિવાળાએ ખુબ સંભાળીને રહેવાની જરૂર રહેશે. અત્રે જણાવવાનું કે કુંભ રાશિમાં શનિ અને સૂર્યની યુતિ લગભગ 30 વર્ષ બાદ થઈ રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યોતિષ શાસ્ત્રની ગણતરીઓ મુજબ 11 ફેબ્રુઆરીના રોજ શનિ અસ્ત થઈ રહ્યા છે. આ સાથે જ 13મી ફેબ્રુઆરીના રોજ સૂર્ય કુંભ રાશિમાં પ્રવેશ કરશે. આવામાં શનિ અને સૂર્યની યુતિ 14 માર્ચ સાંજે 6.04 મિનિટ સુધી રહેશે. જાણો કઈ રાશિવાળાએ સંભાળીને રહેવું પડશે...


કર્ક રાશિ
કર્ક રાશિના જાતકોએ થોડા સાવધ રહેવાની જરૂર છે. આ રાશિમાં બંને ગ્રહોની યુતિ આઠમા ભાવમાં થઈ રહી છે. આવામાં આ રાશિના જાતકોએ માનસિક અને શારીરિક તણાવનો સામનો કરવો પડી શકે છે. જીવનમાં અનેક મુશ્કેલીઓ પેદા થઈ શકે છે. સ્વાસ્થ્યને લઈને સજાગ રહેવાની જરૂર છે. આ સાથે જ જો તમે બેદરકારી રાખી તો ધનહાનિ પણ થઈ શકે છે. કરિયરને લઈને પણ તમે તણાવમાં રહી શકો છો. કામના દબાણના કારણે અનેકવાર તમે નિયંત્રણ બહાર થઈશકો છો. સહકર્મીઓનો પણ તમને સાથ ન મળે તેવું બને. પરંતુ આ બધા વચ્ચે પણ સારા સમાચાર એ છે કે તમને ક્યાકથી અચાનક જોબની ઓફર મળી શકે છે. બિઝનેસની વાત કરીએ તો થોડું સંભાળીને રહેવું પડશે. ભાગીદારીમાં કરાયેલું કામ થોડી સમસ્યા લાવી શકે છે. વેપારમાં આકરી સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે. 


સિંહ રાશિ
આ રાશિમાં સૂર્ય અને શનિની યુતિ સાતમા ભાવમાં થવા જઈ રહી છે. આવામાં આ રાશિના જાતકોએ સંભાળીને રહેવાની જરૂર રહેશે. નોકરીયાતોને સહકર્મીઓથી થોડી સમસ્યાઓનો સામનો કરવો પડશે. આ સાથે જ કોઈ પણ કામને સમજી વિચારીને કરવું. વેપારની વાત કરીએ તો વધુ નફો મળવાના કોઈ આસાર જોવા મળતા નથી. તમારે રણનીતિઓ બદલવાનો સમય આવી ગયો છે. આર્થિક સ્થિતિ પણ થોડી નબળી થઈ શકે છે. ધન સંભાળવામાં સમસ્યાઓ આવી શકે છે. સમજી વિચારીને ખર્ચ કરજો. 


કુંભ રાશિ
આ રાશિમાં શનિ અને સૂર્યની યુતિ પહેલા ભાવમાં થઈ રહી છે. આવામાં આ રાશિના જાતકોને બિઝનેસ, વેપારમાં નુકસાન થઈ શકે છે. લગ્નજીવનમાં પણ થોડી અણબન થઈ શકે છે. નોકરીમાં દબાણ હેઠળ રહેશો. આકરી મહેનત કરવા છતાં સફળતા મેળવવામાં સમસ્યા ઊભી થશે. સહકર્મીઓના કારણે પરેશાન થઈ શકો છો. ધન હાનિનો સામનો પણ  કરવો પડી શકે છે. તણાવની સ્થિતિ પેદા થઈ શકે છે. કોઈને પણ ઉધાર પૈસા આપવાથી બચો, કારણ કે પૈસા પાછા આવવાના ચાન્સ બહુ ઓછા છે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube