Saturn Rising 6 March 2023: શનિ દેવ કર્મો અનુસાર ફળ આપનારા ન્યાયના દેવતા છે. ગઈ કાલે 6 માર્ચના રોજ સોમવારે શનિ ગ્રહ સ્વરાશિ કુંભમાં ઉદિત થઈ ગયા. શનિ દેવ 30 વર્ષ બાદ પોતાની મૂળ ત્રિકોળ રાશિ કુંભમાં છે. આવામાં સનિનો કુંભમાં ઉદય ખુબ મહત્વની અસર પાડશે. કુંભ રાશિમાં આમ પણ સુર્ય અને બુધ ગ્રહ પણ હાજર છે. શનિના આ ઉદયથી કઈ રાશિવાળાના  ભાગ્યના સિતારા ચમકી જશે તે  ખાસ જાણો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શનિનો ઉદય આ રાશિના જાતકોને કરાવશે ભાગ્યોદય...


વૃષભ રાશિ: શનિનો ઉદય વૃષભ રાશિના જાતકોને તગડો નાણાકીય લાભ કરાવશે. રોકાણથી ખુબ ફાયદો થઈ શકે છે. ક્યાંકથી આકસ્મિક ધન મળી શકે છે. ઈમાનદારીથી વાતચીત કરવાથી લાભ થશે. 


કર્ક રાશિ: શનિ ઉદય થઈને કર્ક રાશિવાળાને શુભ ફળ આપશે. કાર્ય પૂરા થશે. પ્રોફેશનલ લાઈફમાં કોઈ ખાસ તક મળી શકે છે. તમારી મહેનતનું ફળ મળવાનો સમય છે. તમારા કામને ઓળખ અને પુરસ્કાર મળશે. પરંતુ અહંકારથી દૂર રહેજો. 


સિંહ રાશિ: શનિનો ઉદય સિંહ રાશિના જાતકોને આકસ્મિક ધનલાભ કરાવશે. આવકના નવા સ્ત્રોત ખુલશે. ફાલતું ખર્ચા પર રોક લગાવજો. બિઝનેસમાં તો અપેક્ષા કરતા પણ વધારે લાભ થવાના યોગ છે. 


કન્યા રાશિ: કન્યા રાશિવાળાને શનિનો ઉદય પ્રોફેશનલ લાઈફમાં આકસ્મિક ધનલાભ કરાવશે. કેટલાક લોકો સાથે મુલાકાત તમને ભવિષ્યમાં મોટો ફાયદો કરાવી શકે છે. પરિજનો સાથે સારો સમય પસાર થશે. 


ધનુ રાશિ: નોકરીયાતોના કામથી બોસ પ્રભાવિત થશે. રોજગારની તલાશ પૂરી થશે. નવા વ્યક્તિ સાથે મુલાકાત થશે. વિદેશ જવાનું સપનું પૂરું થશે. 


મીન રાશિ: શનિનો ઉદય નવા અને લાભકારી સંપર્ક બનાવશે. આર્થિક પરેશાનીઓ દૂર થશે. નવી નોકરીની તકો મળશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. વૈવાહિક જીવન સારું રહેશે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)