જ્યોતિષ શાસ્ત્ર મુજબ તમામ ગ્રહો સમયાંતરે રાશિ પરિવર્તન કરતા હોય છે અને સ્થિતમાં ફેરફાર પણ થતો હોય છે. કોઈ ગ્રહ અસ્ત થાય તો કોઈ ગ્રહ ઉદય થાય. જેની પોઝિટિવ કે નેટેગિવ અસરો પણ થતી હોય છે. જયોતિષ શાસ્ત્ર મુજબ હાલ ન્યાયના દેવતા શનિ અસ્ત છે. અસ્ત ગ્રહ એ જ્યોતિષમાં બહું શુભ મનાતો નથી. કારણ કે આ દશામાં તેની શક્તિઓ ઘટતી હોય છે. તેના પ્રભાવથી વ્યક્તિના જીવનમાં અશુભ ફળ મળતા હોય છે. હાલ ન્યાયના દેવતા શનિ અસ્ત અવસ્થામાં છે. પરંતુ 18 માર્ચ બાદ શનિનો ઉદય થશે. શનિની બદલાતી સ્થિતિ લોકોને માત્ર રાહત જ નહીં પરંતુ સાથે સાથે મોટો ધનલાભ પણ કરાવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શનિ પોતાની જ રાશિ  કુંભમાં ઉદય થશે. આ ખુબ ખાસ રહેશે. શનિના ઉદય થતાની સાથે જ ન્યાયના દેવતા પાસે પોતાની પૂર્ણ શક્તિઓ હશે. જેનો પ્રભાવ તમામ રાશિઓ અને જાતકો પર પડશે. અનેક લોકોના જીવનમાંથી શનિના શુભ પ્રભાવોના કારણે સમસ્યાઓ અને બાધાઓ દૂર થશે. કામ થતા જશે. ખાસ કરીને 3 રાશિઓ એવી છે  જેમના જીવનમાં સકારાત્મક ફેરફાર આવવા લાગશે. જાણો કઈ રાશિઓને થશે લાભ...


વૃષભ રાશિ
શનિનો ઉદય થવો એ વૃષભ રાશિવાળા માટે ખુબ જ શુભ રહેવાનું છે. આ જાતકોને કરિયરને મજબૂતી મળશે. નોકરીથી લઈને વેપારમાં લાભની પ્રાપ્તિ થશે. જે પણ વ્યક્તિ ધનની સમસ્યા સામે ઝઝૂમી રહ્યા હતા તેમને ધનની પ્રાપ્તિ થશે. આવકના સોર્સ વધશે. કોઈ નવું કામ કરવા માંગતા હોવ તો તેની શરૂઆત કરી શકો છો. દરેક કામમાં તમારા વખાણ થશે. ઘર અને બહાર સન્માન મળશે. થોડી મહેનત અને વધુ ફળ જેવી સ્થિતિ રહેશે. 


તુલા રાશિ
શનિનો ઉદય થતા તુલા રાશિવાળાનો સમય બદલાઈ જશે. આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે. શનિદેવની કૃપાથી તમારા જીવનમાં પ્રગતિ થશે, વેપારમાં તગડો નફો થશે. આર્થિક સ્થિતિ સુધરવા લાગશે. કોઈ કરજમાંથી મુક્તિ મળશે. જીવનમાં પરેશાનીઓનો દોર જલદીખતમ થયા બાદ સફળતા મળશે. મન પ્રસન્ન રહેશે અને જીવનમાં પ્રગતિના રસ્તા ખુલશે. 


ધનુ રાશિ
ધનુ રાશિના જાતકો માટે શનિ ઉદયની સ્થિતિ લાભકારક સાબિત થશે. આ રાશિના જે પણ લોકો રોજગારીની શોધમાં છે જેમના કામ બનતા જશે. નોકરીમાં ટ્રાન્સફરની સાથે સાથે પ્રમોશનના યોગ બની રહ્યા છે. વ્યક્તિને સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થશે. ધનની આવકથી મન પ્રસન્ન રહેશે. જલદી કોઈ સારા સમાચાર મળી શકે છે. જે તમને અંદરથી ખુશખુશાલ કરી નાખશે. 


(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube