શનિદેવ વર્ષ 2024માં ભલે રાશિ પરિવર્તન ન કરી રહ્યા હોય પરંતુ તેની દરેક ચાલ ક્યાંકને ક્યાંક તમામ રાશિઓ પર પ્રભાવ તો પાડે છે. શનિદેવ માર્ચમાં ઉદય થઈ જશે અને પછી વક્રી પણ  થઈ જશે. શનિદેવ 7 માર્ચના રોજ ઉદય થઈ રહ્યા છે અને ત્યારબાદ શનિદેવ 29 જૂનના રોજ વક્રી થશે. પછી તેઓ નવેમ્બર સુધી આ જ અવસ્થામાં રહેશે. આ રીતે વર્ષ 2024માં દર બેથી 3 મહિના રાશિઓ પર પોતાનો પ્રભાવ છોડશે. શનિદેવની કૃપા બધા ઉપર તો નહીં વરસે પણ કેટલીક રાશિઓ છે જેમને તેઓ ખુબ ફાયદો કરાવશે. આ સમયગાળામાં તેમના અટકેલા કામ પાર પડશે. દિવસો પહેલા કરતા સારા જશે. જાણો શનિદેવનું આ પરિવર્તન કોને ફાયદો કરાવશે....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો તમારી કરિયરમાં કોઈ પરેશાની આવી રહી હશે તો શનિદેવની કૃપાથી દૂર થશે અને તમારા માટે સારો સમય આવશે. ભાગ્ય જે ઘણા સમયથી તમારી સાથે નથી, તે હવે તમારા બગડેલા કામ સુધારશે. અનેક પરેશાનીઓ ઘૂંટણિયે પડશે. બધુ મળીને સમય સારો જશે. 


તુલા રાશિ
તુલા રાશિવાળા માટે સારો સમય રહેશે. તમને પહેલા કરતા સારા રિઝલ્ટ મળશે. શનિ દેવ બિઝનેસ, નોકરી અને પરીક્ષામાં સફળતા અપાવશે. પહેલેથી કોઈ યોજના પર અટકી પડેલા હશો તો તે હવે પાર પડશે. સમય તમારા માટે ખુબ સારા યોગ લઈને આવી રહ્યો છે. 


વૃષભ અને મેષ રાશિ
વૃષભ અને મેષ રાશિવાળા માટે ખુબ સારો સમય છે. બિઝનેસમાં ભાગ્ય ચમકશે. પહેલાની ડીલ્સ ફાઈનલ થશે. પાઈપલાઈનના પ્રોજેક્ટ હશે તો ઝડપ પકડશે. પરિવાર સાથે કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ નહીં રહે. બધુ મળીને સમય સારો રહેશે. આર્થિક લાભ થશે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube