Shani Upay: ગ્રહોની બદલતી ચાલના કારણે વ્યક્તિને શુભ અને અશુભ પરિણામ ભોગવવા પડે છે. જીવનમાં જે ઉતાર ચડાવ આવતા હોય છે તે પણ ગ્રહોની બદલતી ચાલના કારણે હોય છે. ઘણી વખત વિચાર આવે કે બધું બરાબર ચાલતું હતું અને અચાનક સમસ્યા ક્યાંથી આવી ગઈ? આ પ્રકારની ઘટના પણ ગ્રહ દોષના કારણે બનતી હોય છે. ખાસ કરીને વ્યક્તિને શનિની સાડાસાતી અને ઢૈયાનો પ્રભાવ સૌથી વધારે સતાવે છે. કારણ કે શનિ સૌથી ધીમી ગતિએ ચાલતો ગ્રહ છે જેના કારણે સાડાસાતીની અસર પણ લાંબા સમય સુધી રહે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શનિના ખરાબ પ્રભાવને ઘટાડવા માટે શિવજી અને હનુમાનજીની ઉપાસના કરવી શુભ માનવામાં આવે છે. આ સિવાય અન્ય કેટલાક ઉપાય પણ છે જેને કરવાથી શનિ સંબંધિત સમસ્યાઓને દૂર કરી શકાય અને શનિદેવની કૃપા પ્રાપ્ત કરી શકાય. આજે તમને આવો જ એક ચમત્કારી અને તુરંત ફળ આપતા ઉપાય વિશે જણાવીએ. જેને કરવાથી શનિની સાડાસાતી અને ઢૈયાનો પ્રભાવ ઓછો થઈ શકે છે.


આ પણ વાંચો: ભુરી નહીં આવી આંખવાળા હોય લુચ્ચા, બીજાની વાતો જાણી લે પણ પોતાના સીક્રેટ છુપાવે બધાથી


શનિદોષ દૂર કરવાનો ઉપાય


મંગળવાર કે શનિવારના દિવસે શમીની પૂજા કરવાથી વિશેષ ફળમાં મળે છે. માનવામાં આવે છે કે શમીના ઝાડમાં શનિદેવનો વાસ હોય છે તેથી તેની પૂજા કરવાથી જીવનના કષ્ટ પણ દૂર થાય છે. શનિદોષ દૂર કરવા માટે શનિવારના દિવસે શમીના ઝાડને જળ અર્પણ કરવું જોઈએ. આ સિવાય મકર, કુંભ અને મીન રાશિના લોકોએ રોજ શમીના ઝાડની પૂજા કરવી જોઈએ.. આમ કરવાથી શનિ ગ્રહ મજબૂત થાય છે.


આ પણ વાંચો: Friday Remedies: કરોડોનું કરજ પણ થશે દુર, દર શુક્રવારે કરવા આ 5 સરળ કામ


શનિદેવના અશુભ પ્રભાવથી બચવું હોય તો સંધ્યા સમયે શમીના ઝાડની નીચે સરસવના તેલનો દીવો કરવો અને તેમાં કાળા તલ ઉમેરી દેવા. તેનાથી જીવનમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે. આ સિવાય સોમવારના દિવસે શિવલિંગ પર શમીના પાન અર્પણ કરવા. જો તમે અનેક પ્રયત્ન કરતા હોય તેમ છતાં કાર્યોમાં સફળતા મળતી ન હોય તો શમીના પાન શિવલિંગ પર અર્પણ કરો ત્યારે આ મંત્રનું ઉચ્ચારણ કરવું. દર સોમવારે આમ કરશો તો તમારા કાર્યમાં તમને સફળતા ચોક્કસથી મળશે.


શિવ પૂજાનો મંત્ર - અમંગલાનાં ચ શમનીં શમનીં દુષ્કૃતસ્ય ચ, દુ:સ્વપ્રનાશિનીં ધન્યાં પ્રપદ્યેહં શમીં શુભામ્


આ પણ વાંચો: 28 ડિસેમ્બર સુધીનો સમય મેષ સહિત 3 રાશિઓ માટે ભારે, વક્રી બુધ કરાવશે આર્થિક નુકસાન


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)