Shani Vakri 2023 June: શનિનું નામ લોકોના મનમાં નકારાત્મકતા અને ભય લાવે છે. શનિ આપણા કર્મો પ્રમાણે ફળ આપે છે અને આ કારણે તેમને ન્યાયના દેવતા પણ કહે છે. ધ્યાન આપવા જેવી વાત એ છે કે શનિના કેટલાક પ્રકારના પ્રભાવ છે જે જાતકોના જીવનમાં નકારાત્મકતા લાવી શકે છે. તમે બધાએ શનિની ત્રીજી દ્રષ્ટિ વિશે સાંભળ્યું હશે, તેને શનિની કુટિલ દ્રષ્ટિ પણ કહે છે. જે જાતકો પર શનિની વક્રી દ્રષ્ટિ પડે છે તેમણે જીવનમાં અનેક પ્રકારના પડકારોનો સામનો કરવો પડે છે. 17 જૂનના રોજ શનિ વક્રી થવાનો છે. જાણો શનિની વક્રી ચાલ કઈ રાશિના જાતકો પર નકારાત્મક પ્રભાવ પાડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ રાશિ
શનિની ત્રીજી દ્રષ્ટિથી મેષ રાશિના જાતકોએ સંભાળીને રહેવાની જરૂર છે. તમને સલાહ આપવામાં આવે છે કે તમે તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો. તમારા વ્યવસાયમાં અડચણો આવી શકે છે. આ માટે વેપાર સાથે સંકળાયેલા જાતકોએ પોતાના કામ પ્રત્યે બેદરકારી ન વર્તવી જોઈએ અને આગળ વધવું જોઈએ. 


કન્યા રાશિ
આ દરમિયાન કન્યા રાશિના જાતકોએ પોતાના પ્રેમ સંબંધો અને વ્યવસાયમાં ઉતાર ચડાવનો સામનો કરવો પડી શકે છે. વેપારમાં તમને નુકસાન જઈ શકે છે. આથી નિર્ણય લેતી વખતે ખુબ સાવધાની વર્તો. આ ઉપરાંત તમારા વૈવાહિક જીવનમાં પણ અણબન થઈ શકે છે. 


તુલા રાશિ
તુલા રાશિના જાતકો માટે શનિની ત્રીજી દ્રષ્ટિ કરિયરમાં નકારાત્મક પરિણામ લાવી શકે છે. આ સમયગાળા દરમિયાન તમારા પર કામનો બોજો આવી શકે છે અને તમે બિનજરૂરી ચર્ચામાં પડી શકો છો. આ સાથે જ ખર્ચ પણ તમને ચિંતિત કરી શકે છે. 


મકર રાશિ
શનિની ત્રીજી દ્રષ્ટિના કારણે તમારા કાર્યોમાં અડચણ આવી શકે છે. તમારા પહેલેથી  બનેલા કામ બગડી શકે છે. આ સિવાય મકર રાશિના જાતકોએ પોતાની કરિયરમાં પડકારવાળી પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે. તેમના વૈવાહિક જીવનમાં વાદ વિવાદ થઈ શકે છે. આથી આ જાતકોએ સાવધાનીપૂર્વક દ્રષ્ટિકોણ અપનાવવો જોઈએ. 


મીન રાશિ
શનિની ત્રીજી દ્રષ્ટિના કારણે મીન રાશિના જાતકોને ધન કમાવવામાં સમસ્યા આવી શકે છે. તમારા કામમાં અડચણ આવી શકે છે. આ સિવાય મીન રાશિના જાતકોએ પોતાના અંગત સંબંધોને લઈને સતર્ક રહેવું પડશે. કારણ કે તેમાં વાદ વિવાદ થઈ શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube