આજ રાત 10 વાગ્યાથી શનિદેવ આ જાતકોના જીવનમાં લાવશે `વાવાઝોડું`, આગામી 6 મહિના રહેશે ભારે
Saturn Retrograde 2023 Today: જ્યોતિષ શાસ્ત્ર મુજબ શનિને સૌથી ધીમી ગતિથી ચાલતો ગ્રહ મનાય છે. એવું કહેવાય છે કે શનિદેવ એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરવામાં અઢી વર્ષનો સમય લાગે છે.
Saturn Retrograde 2023 Today: જ્યોતિષ શાસ્ત્ર મુજબ શનિને સૌથી ધીમી ગતિથી ચાલતો ગ્રહ મનાય છે. એવું કહેવાય છે કે શનિદેવ એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરવામાં અઢી વર્ષનો સમય લાગે છે. આ વર્ષે 30 વર્ષ બાદ શનિએ કુંભ રાશિમાં ગોચર કર્યું છે. અત્રે જણાવવાનું કે 17 જૂન એટલે કે આજ રાતે 10.56 મિનિટથી 6 મહિના માટે શનિ કુંભ રાશિમાં વક્રી થવા જઈ રહ્યો છે.
4 નવેમ્બર બપોરે 12.31 મિનિટ પર કુંભ રાશિમાં માર્ગી થઈ જશે. એટલે કે સીધી ચાલ ચલશે. શનિની ઉલ્ટી ચાલનો પ્રભાવ વૃષભ રાશિથી લઈને આ 4 રાશિવાળા પર ખાસ જોવા મળશે. આ રાશિવાળા વિશે ખાસ જાણો.
શનિની વક્રી ચાલની આ જાતકો પર જોવા મળશે અસર
વૃષભ રાશિ
જ્યોતિષ શાસ્ત્ર મુજબ શનિ પોતાની રાશિના દસમા ભાવમાં વક્રી થવા જઈ રહ્યો છે. આ ભાવ કરિયર, રાજ્ય તથા પિતા સંલગ્ન હોય છે. શનિના ગોચર કરવાથી પિતાના સ્વાસ્થ્ય પર પ્રભાવ જોવા મળશે. પેટ સંબંધિત સમસ્યાઓ સતાવી શકે છે. આ સાથે જ જોબ કે કાર્યસ્થળ પર વ્યસ્તતા વધવાની શક્યતા છે. શનિના અશુભ પ્રભાવોને ઓછો કરવા માટે ગરીબો અને જરૂરીયાતવાળાને ભોજન કરાવવું.
કર્ક રાશિ
શનિ તમારી રાશિના આઠમા સ્થાન પર વક્રી થવા જઈ રહ્યો છે. અત્રે જણાવવાનું કે આ આ સ્થાનનો સંબંધ આપણા આયુષ્ય સાથે છે. શનિના ગોચર કરવાથી સ્વાસ્થ્યમાં નબળાઈ જોવા મળશે. આ સાથે જ ભૂતકાળની કોઈ વાતનો ડર તમને પરેશાન કરી શકે છે. શનિના અશુભ પ્રભાવને ઓછો કરવા માટે કાળા અડદની દાળનું દાન કરો.
સિંહ રાશિ
શનિ તમારા સાતમા સ્થાન પર વક્રી થવા જઈ રહ્યો છે. સાતમા સ્થાનનો સંબંધ આપણા જીવનસાથી સાથે છે. શનિના વક્રી થવાથી દાંપત્ય જીવનમાં ખટરાગ આવી શકે છે. આવામાં તમારે શાંત રહીને ઠંડા દિમાગથી કામ લેવું પડશે. નહીં તો મુશ્કેલીઓ વધી શકે છે. બિઝનેસમાં કોઈ નિર્ણય લેતી વખતે થોડું સમજી વિચારી લેજો. શનિના દુષ્પ્રભાવથી બચવા માટે ઘરના ઊંબરાની સફાઈ કરવી. પૂજા કરો.
કન્યા રાશિ
આ રાશિના છઠ્ઠા ભાવમાં શનિ વક્રી થવા જઈ રહ્યો છે. અત્રે જણાવવાનું કે વ્યક્તિના છઠ્ઠા ભાવનો સંબંધ મિત્ર, શત્રુ તથા સ્વાસ્થ્ય સાથે હોય છે. આવામાં શનિના વક્રી થવાથી વ્યક્તિની મિત્ર સાથે અણબનાવ થઈ શકે છે. શત્રુપક્ષ અનેક પ્રકારની મુશ્કેલીઓ પેદા કરી શકે છે. જો પાર્ટનરશીપમાં કામ કરતા હોવ તો મિત્રનો સહયોગ મળશે. શનિના અશુભ પ્રભાવથી બચવા માટે નારિયેળ કે બદામને વહેતા પાણીમાં પ્રવાહિત કરો.
કુંભ રાશિ
જ્યોતિષ શાસ્ત્ર મુજબ શનિ તમારા લગ્ન સ્થાન એટલે કે પહેલા સ્થાનમાં વક્રી થશે. કુંડળીમાં પહેલા સ્થાનનો સંબંધ શરીર તથા મુખ સાથે હોય છે. તેનાથી વ્યક્તિના જીવનમાં સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા થઈ શકે છે. અભ્યાસ દરમિયાન કોઈ અડચણનો સામનો કરવો પડી શકે છે. ઘૂંટણ કે પગમાં દુખાવાની સમસ્યા થઈ શકે છે. શનિની શુભ સ્થિતિ સુનિશ્ચિત કરવા માટે તવા, ચિપિયો કે સગડી વગેરેનું દાન કરો.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)