Shani Vakri Negative Impact on Zodiac Signs: જ્યોતિષ શાસ્ત્ર મુજબ ન્યાયદેવતા અને કર્મફળ દાતા કહેવાતા શનિ સૌથી ધીમી ગતિથી ચાલે છે. અઢી વર્ષમાં રાશિ પરિવર્તન કરે છે. શનિ જ્યારે ઉલ્ટી ચાલ ચાલે છે ત્યારે તેને શનિની વક્રી કહેવાય છે. હાલ શનિ સીધી ચાલ ચાલે છે. પરંતુ 17 જૂન 2023થી શનિ વક્ર ચાલ ચલશે. શનિ કુંભ  રાશિમાં વક્રી થશે અને 4 નવેમ્બર સુધી ઉલ્ટી ચાલ ચલશે. શનિની વક્રી ચાલનો તમામ રાશિના જાતકો પર શુભ અને અશુભ પ્રભાવ જોવા મળશે. જ્યોતિષ ગણતરી મુજબ કુંભ રાશિમાં શનિના વક્રી થવાથી 5 રાશિના લોકોને અશુભ ફળ પ્રાપ્ત થઈ શકે છે. જેની નકારાત્મક અસર અનેક પ્રકારે લોકોને પરેશાન કરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વક્રી શનિ આ રાશિઓની મુશ્કેલીઓ વધારશે


મેષ રાશિ
શનિની વક્રી ચાલ મેષ રાશિના જાતકોના જીવન પર ખરાબ પ્રભાવ પાડી શકે છે. આ દરમિયાન તમને મહેનતથી ઓછું ફળ મળશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. તબિયત બગડી શકે છે. પ્રેમ અને દાંપત્ય જીવનમાં તકરાર થઈ શકે છે. 


વૃષભ રાશિ
શનિની વક્રી ચાલ વૃષભ રાશિના લોકોને ભાગદોડ કરાવી શકે છે. આ દરમિયાન કામનો બોજો વધી શકે છે. જે લોકો નોકરીની શોધ કરી રહ્યા છે તેમણે હાલ રાહ જોવી પડશે. કામમાં ઉતાવળ દેખાડવાથી કશું મળશે નહીં. ઘરના સભ્યોના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની જરૂર છે. 


કર્ક રાશિ
કર્ક રાશિના લોકો માટે પણ શનિની વક્રી અશુભ પરિણામ લઈને આવશે. આ રાશિના જાતકો પર પહેલેથી જ શનિની ઢૈય્યા ચાલે છે. આ દરમિયાન તમે તમારું ખાસ ધ્યાન રાખો અને જેટલું બની શકે તમે તમારી જાતને સકારાત્મક મહેસૂસ કરો. તણાવ હાવિ થવા ન દો. નહીં તો માનસિક અશાંતિ વધી શકે છે. 


તુલા રાશિ
તુલા રાશિના જાતકો માટે વક્રી શનિ કષ્ટકારી રહેશે. વર્કપ્લેસ પર સમસ્યાઓ વધતી જોવા મળશે. નોકરી બદલવાનું વિચારી રહ્યા હોવ તો હાલ થોડી રાહ જુઓ. આ સમય બિલકુલ પણ યોગ્ય નથી. લવલાઈફ મામલે ધૈર્યથી કામ લો. 


કુંભ રાશિ
કુંભ રાશિ પર શનિી સાડા સાતી ચાલુ છે. આ સાથે જ શનિ કુંભ રાશિમાં પણ છે અને તેમાં જ વક્રી ચાલ ચલશે. જે આ રાશિના લોકો પર નકારાત્મક અસર પાડશે. તણાવ વધેલો રહેશે. સ્વાસ્થ્ય અને કરિયરના મામલે સાવચેત રહો. વૈવાહિક જીવનમાં સમસ્યાઓ આવી શકે છે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube