Saturn Retrograde 2023: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર મુજબ 17 જૂન શનિવારના દિવસે શનિ કુંભ રાશિમાં ઉલ્ટી ચાલ એટલે કે વક્રી થવા જઈ રહ્યો છે. અત્રે જણાવવાનું કે શનિ પોતાની જ રાશિમાં 6 મહિના માટે વક્રી થવા જઈ રહ્યો છે. આવામાં શનિની સાથે સાથે બે અન્ય ગ્રહ ઓક્ટોબર સુધી વક્રી ચાલ ચલશે. આવનારા 6 મહિના 3 ગ્રહોની ઉલ્ટી ચાલ રહેનારી છે. ગ્રહોની આ ચાલનો પ્રભાવ સિંહ સહિત આ 4 રાશિઓ પર વિશેષ રીતે જોવા મળશે. આ લોકોને સ્વાસ્થ્ય, કરિયર અને આર્થિક મામલાઓમાં ખુબ સાવધાન રહેવું પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કર્ક રાશિ
જ્યોતિષ શાસ્ત્ર મુજબ શનિની સાથે રાહુ કેતુના વક્રી થવાથી કર્ક રાશિવાળાએ આગામી 6 મહિના સુધી પોતાની કરિયરની સાથે સાથે સ્વાસ્થ્યનો પણ ખ્યાલ રાખવાનો રહેશે. એટલું જ નહીં આ રાશિના લોકો માટે આર્થિક મામલા પણ કષ્ટકારી રહેશે. આકસ્મિક ધનલાભના યોગ બનતા જોવા મળી રહ્યા છે. જે લોકો પર લોન કે કરજ છે તેમના ઉપર દબાણ વધશે. નોકરીમાં મૂંજવણ અને તણાવ વધશે. જીવનસાથીના સ્વાસ્થ્યનો ખ્યાલ રાખજો. કૌટુંબિક જીવનમાં તણાવ વધશે. 


સિંહ રાશિ
આ રાશિ માટે આ 3 ગ્રહોનું વક્રી  થવું પ્રતિકૂળ અસર નાખશે. મહેનત મુજબ ફળ ન મળવાથી નિરાશા મળશે. નોકરીથી મન ભટકેલું રહેશે. નવી નોકરી માટે મનમાં ઉથલપાથલ રહેશે. આ દરમિયાન જ્યાં પણ જશો ત્યાં માનસિક શાંતિ નહીં મળે. આવામાં સમજી વિચારીને જ મોટો નિર્ણય લો. વેપારીઓનું ધન અટકી શકે છે. કોઈ કાનૂનૂ મામલામાં તણાવ રહેશે. આ દરમિયાન જોખમી કાર્યોથી બચવું. 


વૃશ્ચિક રાશિ
આ રાશિવાળા માટે આગામી 6 મહિના  ભારે રહેવાના છે. આ દરમિયાન સંભાળીને રહેવું. કૌટુંબિક મામલાઓની સાથે સાથે કરિયર અને આર્થિક મામલાઓમાં પણ શનિ રાહુ અને કેતુ સમસ્યાઓ પેદા કરશે. સેવાસ્થ્યનું ખુબ જ ધ્યાન રાખવું જરૂરી છે. આવામાં સ્વાસ્થ્યની સાથે જરા અમથી બેદરકારી તમારા માટે સમસ્યા ઉત્પન્ન કરી શકે છે. વેપારીઓએ પૈસાની તંગી સામે ઝઝૂમવું પડી શકે છે. પાર્ટનરશીપમાં કામ કરતા લોકો વચ્ચે મતભેદ થઈ શકે છે. આ સમયે દસ્તાવેજો વગર આર્થિક લેવડદેવડ ન કરવી. 


મીન રાશિ
જ્યોતિષ મુજબ મીન રાશિવાળા માટે આ સમય સાડાસાતીના પ્રથમ દોરમાંથી પસાર થઈ રહ્યો છે. આવામાં 3 ગ્રહો વક્રી થઈને ગોચર કરતા મીન રાશિવાળા માટે માનસિક અને આર્થિક કષ્ટ આપશે. મનમાં કોઈ વાતને લઈને વહેમ થઈ શકે છે. જીવનસાથી સાથે અણબનાવ અને તાલમેલની કમીથી ઘરનું વાતાવરણ અશાંત થઈ શકે છે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પર વધુ ધન ખર્ચ કરવું પડશે. જૂની સમસ્યા ફરીથી સામે આવી શકે છે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)