શનિની બદલતી ચાલ ખાસ મહત્વ  ધરાવે છે. વર્ષ 2024માં જ્યાં શનિ રાશિ પરિવર્તન નથી કરવાના પણ તેઓ ચાલમાં ફેરફાર જરૂર કરશે. ફેબ્રુઆરી 17 2024ના રોજ શનિવારે શનિદેવ 6.43 PM ના રોજ શનિ દેવ કુંભ રાશિમાં જ અસ્ત થઈ જશે. ત્યારબાદ પછી માર્ચ 25 2024ના રોજ સોમવારે 5.08 AM ના રોજ શનિદેવ ઉદય થશે. 2024માં શનિદેવ કુંભ રાશિમાં  બિરાજમાન રહીને પોતાની ચાલ બદલતા રહેશે. શનિદેવના ઉદય થવાથી તમામ રાશિઓ પર પ્રભાવ પડશે. જાણો કઈ રાશિઓને મળશે ભાગ્યનો સાથ....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધનુ રાશિ
માર્ચમાં શનિના ઉદય થવાથી ધનુ રાશિના જાતકોને ખુબ લાભ થઈ શકે છે. બોસ અને કલીગ્સના સપોર્ટથી કરિયરમાં તમારા તમામ કામ ખુબ સારી રીતે પૂરા કરી શકશો. આર્થિક પરેશાનીઓ ધીરે ધીરે સમાપ્ત થવા લાગશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. વિદેશ મુસાફરી કરવાની પણ શક્યતા છે. 


તુલા રાશિ
વર્ષ 2024માં શનિના ઉદય થવાથી તુલા રાશિના જાતકોને ખુબ ફાયદો  થશે. આ રાશિના લોકોની આવકમાં વધારો થઈ શકે છે. કોમ્પિટિશનની તૈયારી કરનારા લોકોને શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. ઘરમાં સુખ શાંતિનો માહોલ રહેશે. કોઈ મિત્રની મદદથી જીવનમાં આવતી મુશ્કેલીઓ દૂર થશે. 


વૃષભ રાશિ
વૃષભ રાશિવાળા માટે શનિની બદલાયેલી ચાલ શુભ પરિણામ લઈને આવશે. વર્ષોથી રોકાયેલા કામ પાર પડવા લાગશે. ધનલાભ થવાના પ્રબળ યોગ છે. સુખ શાંતિનો માહોલ રહેશે. શનિના શુભ પ્રભાવથી કરિયરમાં પ્રમોશનના ચાન્સ છે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube