જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવને વિશેષ સ્થાન પ્રાપ્ત છે. શનિદેવને પાપી અને ક્રુર ગ્રહ કહેવામાં આવે છે. શનિદેવની જ્યારે અશુભ અસર હોય તો જાતકોએ ખુબ મુશ્કેલીઓનો સામનો કરવાનો આવે છે. પરંતુ એવું નથી કે શનિદેવ ફક્ત અશુભ અસર કરે છે, તેઓ શુભ ફળ પણ આપે છે. શનિદેવની શુભ અસર હોય તો વ્યક્તિનો ભાગ્યોદય થઈ જાય છે. વર્ષ 2024માં શનિદેવ કુંભ રાશિમાં જ બિરાજમાન રહેશે. કુંભ રાશિમાં રહીને શનિદેવ 2024ના અંત સુધીમાં કેટલીક રાશિઓને ખુબ ફાયદો કરાવશે. જાણો આ ભાગ્યશાળી રાશિઓ વિશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ રાશિ

- આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે. 
- કોઈ સંપત્તિ કે આવકનું સાધન બની શકે છે. 
- મિત્રોનો સહયોગ મળશે. 
- મુસાફરી કરી શકો છો. 
- ઘર પરિવારમાં ધાર્મિક કાર્ય થશે. 
- દાંપત્ય જીવન સુખમય રહેશે. 
- આર્થિક પક્ષ મજબૂત થશે. 
- આ સમય દરમિયાન નવું કામ કરવાથી શુભ ફળ મળશે. 


વૃષભ રાશિ


- આત્મવિશ્વાસમાં વધારો થશે. 
- નોકરીમાં કાર્યભારમાં વધારો થઈ શકે છે. 
- વેપારનો વિસ્તાર થઈ શકે છે. 
- પિતાનો સાથ મળશે. 
- ધનલાભ થશે, જેનાથી આર્થિક પક્ષ મજબૂત થશે. 
- દાંપત્ય જીવન સુખમય રહેશે. 
- શિક્ષણના ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે આ સમય શુભ રહેશે. 
- આ સમય દરમિયાન નવું કાર્ય શરૂ કરી શકો છો. 
- નવા કાર્યથી પૂરેપૂરો લાભ થવાની શક્યતા છે. 


મિથુન રાશિ


- આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો. 
- નોકરીમાં પ્રગતિના માર્ગ પ્રશસ્ત થશે. 
- કાર્યક્ષેત્રનો વિસ્તાર થશે. 
- ઘર પરિવારમાં ધાર્મિક કાર્ય થઈ શકે છે. 
- ધનની સ્થિતિમાં સુધારો થશે. 
- નોકરી અને વેપાર માટે શુભ સમય કહી શકાય.
- પરિવારના સભ્યોનો સહયોગ રહેશે. 
- મિત્રો સાથે સમય પસાર કરશો. 
- શિક્ષણના ક્ષેત્ર સાથે જોડાયેલાલોકો માટે આ સમય કોઈ વરદાનથી કમ નહીં હોય.
- દરેક જગ્યાએથી લાભ થવાની શક્યતા છે. 


સિંહ રાશિ


- ઘર પરિવારમાં ધાર્મિક કાર્ય થઈ શકે છે. 
- કોઈ મિત્રના સહયોગથી આવકમાં વધારાના સ્ત્રોત થઈ શકે છે. 
- સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી છૂટકારો મળી શકે છે. 
- માનસિક શાંતિ રહેશે. 
- સિંહ રાશિવાળાનો આર્થિક પક્ષ મજબૂત રહેશે. 
- વૈવાહિક જીવન સુખમય રહેશે. 


શ્રીરામને અત્યંત પ્રિય છે આ 5 રાશિઓ, દરેક સંકટથી રાખે દૂર, ધનના અખૂટ ભંડાર રાખે


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube