શનિ આ કળયુગમાં જજ એટલે કે ન્યાયના દેવતા સમાન છે. શનિદેવને કર્મફળદાતા અને ન્યાયના દેવતાની ઉપાધિ મળેલી છે. શનિની સાડા સાતી શુભ ગણાતી નથી. જે રાશિઓ પર તે આવે છે તેમણે કષ્ટ ઝેલવા પડે છે. જો શનિ શુભ હોય તો વ્યક્તિનું ભાગ્ય ચમકી જાય છે. વર્તમાન સમયમાં શનિ અસ્ત થઈને કુંભ રાશિમાં ગોચર કરે છે. જલદી આ મહિને શનિ ઉદય થશે. 2025માં જૂન મહિનામાં શનિ મીન રાશિમાં પ્રવેશ કરશે. જેનાથી કેટલીક રાશિઓને થોડી રાહત મળશે તો કેટલીક રાશિઓ માટે શનિનો ખરાબ પ્રભાવ પણ શરૂ થઈ જશે. જાણો શનિની  ખરાબ નજરથી કઈ રાશિઓએ એલર્ટ રહેવાની જરૂર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ જાતકોએ સાચવીને રહેવું. 
2024માં શનિની સાડા સાતીનો પ્રભાવ કુંભ રાશિ, મકર રાશિ અને મીન રાશિ ઝેલી રહ્યા છે. જ્યારે ઢૈયાનો પ્રભાવ કર્ક અને વૃશ્ચિક રાશિવાળા પર છે. 2025માં મીન રાશિમાં શનિના ગોચર કરવાથી મકર રાશિવાળાને શનિની સાડા સાતીથી મુક્તિ મળશે. જ્યારે મેષ રાશિવાળા પર શનિની સાડા સાતી શરૂ થઈ જશે. હાલના સમયમાં મીન રાશિવાળા પર શનિની સાડાસાતીનો પ્રથમ તબક્કો ચાલી ચાલી રહ્યો છે. કુંભ રાશિવાળા પર બીજો અને મકર રાશિવાળા પર અંતિમ તબક્કો ચાલુ છે. 


બચવાના ઉપાય
1. શનિના ખરાબ પ્રભાવને ઓછો કરવા માટે રોજ ભાગવત ગીતાનો પાઠ કરો. 
2. શનિવારના દિવસે હનુમાનજી, શિવજી અને શનિદેવની વિધિવત પૂજા કરો. 
3. રોજ હનુમાન ચાલીસા, શિવ ચાલીસા, અને શનિ ચાલીસાનો પાઠ કરવાથી પણ રાહત મળશે. 
4. વડીલો અને નોકરો સાથે ખરાબ વ્યવહાર ન કરો. 
5. ગરીબોને મદદ કરો અને તેમને ભોજન કરાવો.
6. શનિવારના દિવસે શનિદેવને સરસવનું તેલ ચડાવો. 
7. શનિવારે કાળા તલનું દાન કરો. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)