Shani Shash Rajyog: વ્યક્તિને તેના કર્મ અનુસાર ફળ આપનાર શનિ નિશ્ચિત સમય અવધી પર રાશિ પરિવર્તન કરે છે. શનિ જ્યારે રાશિ બદલે છે તો તેની અસર દરેક રાશિના લોકોના જીવન પર અલગ અલગ રીતે જોવા મળે છે. હાલ શનિ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં બિરાજમાન છે અને માર્ચ 2025 સુધી આ રાશિમાં ગોચર કરશે. પોતાની રાશિમાં હોવાના કારણે શનિ એ શશ નામનો રાજયોગ બનાવ્યો છે. આ રાજયોગ પંચ મહાપુરુષોમાંથી એક છે. શનિનો શશ રાજયોગ કેટલીક રાશિના લોકોને બમ્પર લાભ કરાવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: મેષ સહિત 4 રાશિઓને માલામાલ કરશે ગજલક્ષ્મી રાજયોગ, ગુરુ-શુક્રની યુતિથી લાભ થશે


જ્યોતિષશાસ્ત્ર અનુસાર શશ રાજયોગ પંચ મહાપુરુષ યોગમાંથી એક છે. શશ રાજયોગ ત્યારે સર્જાય છે જ્યારે શનિ લગ્ન ભાવમાં અથવા ચંદ્રથી પહેલા, ચોથા, સાતમા કે પછી દસમા ભાવમાં તુલા, મકર અને કુંભ રાશિમાં હોય. 


શશ રાજયોગથી 3 રાશિને થશે લાભ 


આ પણ વાંચો: Gold Astrology: આ 3 રાશિના લોકોએ સોનુ પહેરવાની ન કરવી ભુલ, આ રાશિઓ માટે સોનુ છે અશુભ


મિથુન રાશિ 


આ રાશિના લોકો માટે કુંભ રાશિમાં બનેલો શશ રાજયોગ લાભકારી રહેવાનો છે. આ રાશિના લોકોને દરેક ક્ષેત્રમાં સફળતા મળવાની સાથે ધન લાભ પણ થશે. અધ્યાત્મ તરફ ઝુકાવ વધશે. પરિવાર સાથે સારો સમય પસાર થશે. સંતાન તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. કારકિર્દીમાં આવતી સમસ્યાઓ અને ટેન્શન દૂર થશે. નવી નોકરી મળવાના ચાન્સ છે. ઇન્ક્રીમેન્ટ સાથે પદમાં વધારો થવાના યોગ છે. વેપારથી પણ લાભ મળી શકે છે. 


આ પણ વાંચો: આજથી 10 એપ્રિલ 2025 સુધી આ 3 રાશિઓ ભોગવશે રાજા જેવું સુખ, ઘરમાં થશે ધનના ઢગલા


મકર રાશિ 


મકર રાશિ માટે પણ શશ મહાપુરુષ રાજયોગ સારો રહેવાનો છે. આ રાશિના લોકોને આકસ્મિક ધન લાભ થઈ શકે છે. જીવનમાં ખુશીઓ આવશે. નોકરીમાં બદલાવ કરવાનું વિચારી રહ્યા હોય તો આ સમય સારો છે. પોતાનું કામ લગન પૂર્વક કરવાથી ઓળખ ઊભી થશે અને સફળતા પણ મળશે. વાણીના પ્રભાવથી લોકોને ઈમ્પ્રેસ કરી શકો છો. આર્થિક સ્થિતિ સારી રહેવાની છે. 


આ પણ વાંચો: દૈનિક રાશિફળ 29 નવેમ્બર: મેષ, વૃષભ સહિતની રાશિઓ માટે દિવસ શુભ, આજનું રાશિફળ


કુંભ રાશિ 


શશ મહાપુરુષ રાજયોગનું નિર્માણ આ રાશિના લગ્ન ભાવમાં થઈ રહ્યું છે. તેથી કુંભ રાશીના લોકોને બમ્પર લાભ થઈ શકે છે. વર્ષ 2025 સુધીમાં આ રાશિના લોકોને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે અને ધન લાભ થશે. શનિદેવની કૃપાથી આત્મવિશ્વાસ અને સાહસ વધશે. પરિવાર સાથે સારો સમય પસાર થશે. આકસ્મિક ધન લાભ થવાના યોગ છે જેના કારણે જીવનમાં ખુશીઓ વધશે. પરિવાર સાથે લાંબા સમયથી ચાલતી સમસ્યાઓ સમાપ્ત થશે. કારકિર્દી માટે આવનાર સમય સારો. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)