Shani Jayanti/કેતન પટેલ, સુરતઃ શનિદેવના મંદિરોમાં ભારે ભીડ જોવા મળતી હોય છે. ઘણાં લોકોને ગ્રહોની દશા અને દોષ મુક્તિ માટે પણ જ્યોતિષ દ્વારા એવી સલાહ પણ આપવામાં આવતી હોય છે. પણ શું તમે ગુજરાતમાં આવેલું એક અનોખું શનિદેવનું મંદિર જોયું છે. જ્યારે શનિદેવ પોતાની 8 પટરાણીઓ સાથે બિરાજમાન છે. ના જોયું હોય તો તમારે આ આર્ટિકલ વાંચવાની જરૂર છે. જ્યાં તમને એ મંદિરની વિશેષતાઓ વિશે વિગતવાર જાણવા મળશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશભરમાં ભગવાન શનિદેવના અનેક મંદિરો છે, પરંતુ ગુજરાતમાં એકમાત્ર કહી શકાય એવું મંદિર છે જ્યાં શનિદેવ પોતાના 8 પત્નીઓ સાથે બીરાજમાન છે.. સુરત શહેરના ભટાર સ્થિત આ મંદિરની ખાસિયત છેકે અહીં મહિલાઓ પણ શનિદેવની પૂજા અર્ચના કરે છે અને તેલ અર્પણ કરી શકે છે, કારણ કે અહીં તેમની 8 પત્નીઓ બીરાજમાન છે.. કહેવાય છેકે જો કોઈ વ્યક્તિને સાડાસાતી અને ઢૈય્યાની પીડાથી મુક્તિ જોઈએ તો શનિદેવની આ આઠ પત્નીઓની પૂજા અર્ચના કરવી જોઈએ.. અન્ય મંદિરોમાં શનિદેવ એકલા જોવા મળે છે જોકે દક્ષિણ ભારતના એક મંદિર અને છત્તીસગઢના એક મંદિરમાં શનિદેવ પત્ની સાથે બીરાજમાન છે.. 


શનિદેવને કળિયુગના ન્યાયના દેવતા તરીકે લોકો પૂજતા હોય છે. શનિદેવને અત્યંત ક્રોધી પણ માનવામાં આવે છે. જો તેઓ કોઇની ઉપર ક્રોધિત થઈ જાય તો વ્યક્તિના જીવનના બની રહેલા કામો પણ બગડી જાય છે. જોકે ધાર્મિક માન્યતા છે કે તેમની આઠ પત્નીઓ છે અને તેમનું નામ જપવાથી જીવનમાં આવનાર  મોટા થી મોટા સંકટો પણ દૂર થઈ જાય છે. સામાન્ય રીતે કોઈપણના મંદિરમાં શનિદેવ એકલા જ જોવા મળે છે.


પરંતુ સુરતના મહાલક્ષ્મી મંદિર ની અંદર શનિદેવ પોતાની આઠ પત્ની ધ્વજિની, ધામીની, કલહપ્રિયા, કંકાલી, તુરંગી, કંટકી, મહેશી અને અજા સાથે બીરાજમાન છે.કહેવાય છે કે શનિદેવને પ્રસન્ન કરવા માટે તેમની આ આઠ પત્નીઓના નામના સ્મરણ માત્રથી તમામ કષ્ટો દૂર થઈ જાય છે.ભક્તોનું કલ્યાણ થાય છે.આ મંદિરના પૂજારી ભારતમુનિ ભારતીયએ જણાવ્યું હતું કે, આ ગુજરાતનું એકમાત્ર મંદિર કહી શકાય, કારણ કે અન્ય મંદિરોમાં શનિદેવ એકલા જોવા મળે છે.જોકે સાઉથ ના એક મંદિર અને છત્તીસગઢના એક મંદિરમાં શનિદેવ પત્ની સાથે બિરાજમાન છે. ત્યાંથી અમને પ્રેરણા મળી કે અમે પણ શનિદેવ ભગવાનની જ્યારે સ્થાપના કરીશું ત્યારે તેમની સાથે તેમની આઠ પત્નીઓની પણ સ્થાપના કરવામાં આવશે જેથી ભક્તોનું કલ્યાણ થાય.