ન્યાયના દેવતા તરીકે જેમની ગણતરી થાય છે તે શનિદેવ હાલ ઉલ્ટી ચાલ ચાલી રહ્યા છે. એટલે કે હાલ શનિ વક્રી અવસ્થામાં છે. બહુ જલદી શનિદેવ પોતાની સ્વરાશિ કુંભમાં માર્ગી થશે. દીવાળીના 15 દિવસ બાદ 15 નવેમ્બરે શનિ માર્ગી થશે. જ્યોતિષ મુજબ શનિ માર્ગી થઈને વધુ બળવાન બનશે. શનિની સીધી ચાલ કેટલીક રાશિના જાતકોનું ભાગ્ય બદલશે તો કેટલાક માટે મુસીબતોના પોટલા લઈને આવશે. શનિમાર્ગી થવાથી આ જાતકોનું જીવન તહેસનહેસ થઈ શકે છે. શનિ જ્યારે રૌદ્ર રૂપ ધારણ કરે છે ત્યારે તેમના કોપથી કોઈ બચી શકતું નથી. જાણો કઈ રાશિવાળાએ શનિ મહારાજથી સાવધાન રહેવું પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શનિ માર્ગી થઈને આ રાશિવાળાની વધારી શકે છે મુસીબતો...


મીન રાશિ
- મીન રાશિના જાતકો માટે શનિ માર્ગી થાય તો ઘાતક બની શકે છે. 
-મીન રાશિના જાતકો પર શનિની માર્ગી ચાલ ખરાબ અસર સર્જી શકે છે. 
- તમારું મન પરેશાન રહેશે. 
- તમે ગાઢ ચિંતન અને વિચારોમાં ખોવાયેલા રહેશો. 
- તમને કોઈ પણ ચીજમાં સરળતાથી સફળતા મળી શકશે નહીં. 
- તમારે તમારા કૌટુંબિક જીવન પર ધ્યાન આપવું જોઈએ. 


મકર રાશિ
- મકર રાશિના જાતકો માટે શનિ માર્ગી થતા જીવનમાં મુશ્કેલીઓ વધારશે. 
- તમારે આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે. 
- સાસરા પક્ષના કારણે પતિ અને પત્ની વચ્ચે વિવાદ થઈ શકે છે. 
- તમારા સંબંધને બચાવવા માટે તમારે પ્રયત્ન કરવા જોઈએ અને એકબીજાની વાતો સમજવી જોઈએ. 


કર્ક રાશિ
- કર્ક રાશિના જાતકો માટે શનિ માર્ગી થશે તો હાનિકારક બની શકે છે. 
- તમારું માનસિક સ્વાસ્થ્ય બગડી શકે છે. 
- તમને વ્યક્તિગત જીવનમાં અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. 
- ઘરમાં કારણ વગર કોઈ પણ વિવાદ કે ચર્ચાથી બચવું. 
- ફાલતું દલીલોથી સંબંધોમાં ખટાશ આવી શકે છે. 
- ઘરમાં શાંતિના પ્રયાસો રાખવાની જરૂર ઊભી થશે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)