ન્યાયના દેવતા શનિદેવ હાલ કુંભ રાશિમાં વક્રી અવસ્થામાં ભ્રમણ કરી રહ્યા છે. શનિદેવ કુંભ રાશિ અને મકર રાશિના સ્વામી ગ્રહ છે. આવામાં શનિનું પોતાની જ રાશિમાં વક્રી અવસ્થામાં હોવું ખુબ મહત્વપુર્ણ મનાય છે. શનિદેવ 4 નવેમ્બર સુધી કુંભ રાશિમાં વક્રી રહેશે. ત્યારબાદ માર્ગી એટલે કે સીધી ચાલ ચલશે. શનિની વક્રી ચાલ એ કષ્ટ અને દુખનું પ્રતિક છે પરંતુ ગ્રહોના ન્યાયધીશ માર્ગી થઈને કેટલીક રાશિઓને શુભ પરિણામ આપશે. શનિદેવ માર્ગી થવાથી કઈ રાશિઓ પર શનિ મહારાજની કૃપા રહેશે તે ભાગ્યશાળી રાશિઓ વિશે ખાસ જાણો....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વૃષભ રાશિ
શનિની ચાલમાં ફેરફાર થવાથી વૃષભ રાશિના જાતકો આત્મવિશ્વાસનો અનુભવ કરી શકશે. આ દરમિયાન તમને તમારા પ્રયત્નોમાં સફળતા મળશે. ઘરમાં ખુશીઓનું આગમન થશે. શનિની સીધી ચાલ તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ તથા સૌભાગ્ય લઈને આવશે. આર્થિક રીતે પણ તમામ સ્થિતિઓ તમારા પક્ષમાં આવશે. આ દરમિયાન કાર્યસ્થળ પર સારું પ્રદર્શન કરી શકશો. આર્થિક રીતે સ્થિરતા પ્રાપ્ત કરી શકશો. 


કર્ક રાશિ
કર્ક રાશિવાળા માટે શનિની સીધી ચાલ શુભ રહેવાની છે. આ દરમિયાન તમને તમારા પરિજનો અને મિત્રોનો સહયોગ મળશે. તમે તમારી સફળતાનો જશ્ન મનાવી શકશો. કરિયર સાથે જોડાયેલી નવી તકો તમારા દરવાજે દસ્તક આપશે. ઉચ્ચ શિક્ષણ પ્રાપ્તિના પણ યોગ બની રહ્યા છે. શનિદેવ તમને તમારી મહેનતનું પરિણામ આપશે. ઈન્ટરવ્યુંમાં સફળતા મળી શકે છે. 


કન્યા રાશિ
કન્યા રાશિવાળા માટે શનિદેવ સારા દિવસો લઈને આવશે. તમારા કાર્યસ્થળ પર ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળશે. તમારી પ્રોફેશનલ લાઈફમાં સકારાત્મક ફેરફાર આવશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. બિઝનેસ કરનારાઓને શનિદેવની કૃપાથી ફાયદો થશે. તમે ઘરેલુ સુખ અને શાંતિનો અનુભવ કરી શકશો. શનિદેવની કૃપાથી તમને નવી નોકરી મળી શકે છે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube