વૈદિક જ્યોતિષ મુજબ શનિદેવ હાલ કુંભ રાશિમાં બિરાજમાન છે. તેઓ આ મહિેને એટલે કે મે મહિનામાં પોતાની ચાલમાં ફેરફાર કરી રહ્યા છે. જ્યોતિષીઓના જણાવ્યાં મુજબ શનિદેચાલમાં ફેરફાર સાથે જ શનિદેવનો પાયો પણ બદલાઈ જાય છે. વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં પાયા વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પાયા ચાર પ્રકારના હોય છે. પહેલો સોનાનો પાયો, બીજો ચાંદીનો, ત્રીજો લોઢાનો અને ચોથા તાંબાનો. આવામાં શનિદેવની ચાલમાં ફેરફાર ખુબ મહત્વનો માનવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાયાનું ફળ
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર મુજબ બાળકની કુંડળીમાં ચંદ્રમા અને શનિને આધાર ગણવામાં આવે છે. આ બંનેનો આધાર બનીને પાયા ફળ નિર્ધારિત કરાય છે. તે કુંડળીમાં ખુબ જ મહત્વનું ગણવામાં આવે છે. અત્રે જણાવવાનું કે મે મહિનામાં શનિદેવ તાંબાના પાયે રહેશે. આવામાં કેટલીક રાશિવાળાને લાભ થવાનો છે. કોણ છે તે લકી રાશિઓ તે પણ ખાસ જાણો. 


આ રાશિઓ પર મહેરબાન રહેશે શનિદેવ
જ્યોતિષ શાસ્ત્ર મુજબ શનિદેવ મે મહિનામાં વૃષભ, કન્યા અને કુંભ રાશિમાં તાંબાના પાયે રહેશે. જેનાથી શનિદેવ લાભ જ લાભ કરાવશે. જ્યોતિષીઓના જણાવ્યાં મુજબ શનિદેવ આ ત્રણ રાશિવાળા ઉપરાંત કર્ક રાશિ, કન્યા, મિથુન રાશિવાળાને પણ અનેક રીતે લાભ કરાવશે. કરિયર અને કારોબારમાં સફળતા મળશે. જે લોકો નોકરી કરી રહ્યા છે તેમના સ્થાન પરિવર્તનના યોગ છે. આ સાથે જ આવકમાં વૃદ્ધિના પણ યોગ છે. સમગ્ર પરિવાર સાથે બહાર ફરવા જવાનો પ્લાન થઈ શકે છે. પરિવારમાં ખુશીઓનો માહોલ રહેશે. 


(Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષની ગણતરીઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)