શનિદેવના રાશિ પરિવર્તનથી આ 3 રાશિઓ પર આવશે ઉપાધિના પોટલા, ખાસ જાણો શનિદેવને પ્રસન્ન કરવાના 11 ઉપાય
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર મુજબ શનિદેવને કર્મફળના દાતા અને ન્યાયના દેવતા માનવામાં આવે છે. જ્યોતિષીઓના જણાવ્યાં મુજબ હાલ શનિદેવ કુંભ રાશિમાં બિરાજમાન છે. પરંતુ વર્ષ 2025માં 29 માર્ચના રોજ કુંભ રાશિમાંથી નીકળીને મીન રાશિમાં ગોચર કરશે. શનિદેવના ગોચર કરવાની સાથે જ કેટલીક રાશિઓ પર સાડા સાતી અને ઢૈય્યાની અસર પડશે. કેટલાક રાશિવાળાની સાડા સાતી શરૂ થઈ જશે.
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર મુજબ શનિદેવને કર્મફળના દાતા અને ન્યાયના દેવતા માનવામાં આવે છે. જ્યોતિષીઓના જણાવ્યાં મુજબ હાલ શનિદેવ કુંભ રાશિમાં બિરાજમાન છે. પરંતુ વર્ષ 2025માં 29 માર્ચના રોજ કુંભ રાશિમાંથી નીકળીને મીન રાશિમાં ગોચર કરશે. શનિદેવના ગોચર કરવાની સાથે જ કેટલીક રાશિઓ પર સાડા સાતી અને ઢૈય્યાની અસર પડશે. કેટલાક રાશિવાળાની સાડા સાતી શરૂ થઈ જશે. અત્રે જણાવવાનું કે શનિદેવના મીન રાશિમાં પ્રવેશ કરવાથી મકર રાશિવાળા લોકોને શનિની સાડા સાતીમાંથી મુક્તિ મળશે. પરંતુ મેષ રાશિવાળા લોકો પર શનિની સાડા સાતી શરૂ થઈ જશે. આવામાં ત્રણ રાશિઓએ પરેશાન થવાનો વારો આવશે. જાણો તે રાશિઓ વિશે અને શનિદેવને પ્રસન્ન કરવાના ઉપાય પણ જાણો.
મેષ રાશિ
માર્ચ 2025માં શનિદેવના મીન રાશિમાં પ્રવેશ કરવાથી મેષ રાશિવાળા લોકો પર શનિની સાડા સાતી શરૂ થવાની છે. આવામાં મેષ રાશિવાળા લોકો પર સાડા સાતીની ખરાબ અસર શરૂ થશે. માર્ચ બાદ મેષ રાશિવાળાની આર્થિક સ્થિતિ બગડી શકે છે. આ સાથે જ ધનની હાનિ થઈ શકે છે. આર્થિક સ્થિતિ નબળી થશે. આ સાથે જ શારીરિક પરેશાનીઓ પણ થવા લાગશે. હાડકા સંબંધિત રોગ થઈ શકે છે. માનસિક તણાવની સ્થિતિ રહેશે.
કુંભ રાશિ
કુંભ રાશિવાળા લોકો પર શનિની સાડા સાતીનો અંતિમ તબક્કો ચાલવા લાગશે. અત્રે જણાવવાનું કે હાલ કુંભ રાશિમાં શનિદેવ રહેવાથી કુંભ રાશિવાળા પર સાડા સાતીનો બીજો તબક્કો ચાલુ છે. અંતિમ તબક્કામાં પહોંચતા કુંભ રાશિવાળા લોકોને નોકરીની સમસ્યા થઈ શકે છે. સીનિયરોની વઢ સાંભળવા મળી શકે છે. કાર્યનું પ્રેશર વધી શકે છે. લગ્નજીવનમાં તણાવ ઊભો થઈ શકે છે.
મીન રાશિ
વર્ષ 2025માં મીન રાશિમાં શનિદેવ પ્રવેશ કરશે અને આ સાથે જ 2028 સુધી આ રાશિમાં બિરાજમાન રહેશે. શનિદેવના મીન રાશિમાં પ્રવેશ કરવાથી જીવનમાં અનેક મુશ્કેલીઓ આવી શકે છે. આ સાથે જ ધન સંપત્તિ સંલગ્ન સમસ્યાઓ પણ થવા લાગશે. આ દરમિયાન મીન રાશિવાળા લોકોનું સ્વાસ્થ્ય બગડી શકે છે. ઘરમાં નકારાત્મકતા વધશે. જેની અસરથી તમારું માનસિક સંતુલન ખરાબ થઈ શકે છે.
શનિદેવને પ્રસન્ન કરવાના ઉપાયો
દરેક વ્યક્તિના જીવનમાં ક્યારેક ને ક્યારેક શનિની દશા આવતી જ હોય છે. આવા સમયે જો તમે શનિદેવ સંલગ્ન કેટલાક ઉપાયો અજમાવશો તો તમને સાડા સાતી અને ઢૈય્યાની સ્થિતિમાં પણ શુભ ફળની પ્રાપ્તિ થઈ શકે છે. જાણો શનિદેવને પ્રસન્ન કરવાના ઉપાયો વિશે...
1. કાળા કૂતરાને સરસવનું તેલ લગાવેલી રોટલી ખવડાવો.
2. જેના પર કોઈ બીજું નિશાન ન હોય તેવી કાળી ગાયની પૂજા કરીને 8 બુંદીના લાડુ ખવડાવો અને તેની પરિક્રમા કરો. તેની પૂંછડી તમારા માથા પર 8 વાર ફેરવો.
3. શનિવારના દિવસે ધ્યાન રાખીને શનિ યંત્રની સ્થાપના કરો અને દર શનિવારે યંત્રની વિધિવત રીતે પૂજા કરો.
4. 800 ગ્રામ તલ તથા 800 ગ્રામ સરવના તેલનું દાન કરો. કાળા કપડાં, નીલમનું દાન કરો.
5. શનિવારના દિવસે કાંસાની વાટકીમાં તલનું તેલ ભરો, ત્યારબાદ તેમાં તમારું પ્રતિબિંબ જોઈને તેને દાન કરી દો.
6. શનિની મહાદશા, સાડા સાતી અને ઢૈય્યાથી છૂટકારો મેળવવા માટે શનિવારના દિવસે પીપળાના ઝાડ નીચે તેલનો ચૌમુખી દીવો પ્રગટાવવો. ત્યારબાદ પીપળાના ઝાડની ઓછામાં ઓછી ત્રણ વખત પરિક્રમા કરો. આમ કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે.
7. શનિની મજબૂત કરવા માટે ડાબા હાથની વચ્ચેની આંગળીમાં લોઢાની વિંટી ધારણ કરો. એ વાતનું ધ્યાન રાખવું કે આ વિંટી ઘોડાના નાળની બનેલી હોય.
8. શનિવારના દિવસે શનિ સ્ત્રોતનો પાઠ કરો.
9. શનિવારના દિવસે કે નિયમિત રીતે કાગડાને અનાજ ખવડાવો.
10. જરૂરિયાતવાળાને મદદ કરો. જેટલું શક્ય બને એટલું શનિ સંબંધિત ચીજોનું દાન કરો.
11. શનિદેવની કૃપા ઈચ્છતા હોવ તો માંસ અને દારૂનું સેવન ન કરવું જોઈએ.
આ મંત્રોનો જાપ કરવો જોઈએ
ॐ शनैश्चराय नमः
ॐ शान्ताय नमः
ॐसर्वाभीष्टप्रदायिने नमः
ॐ शरण्याम नमः
ॐ वरेण्याम नमः
ऊँ सर्वेशाय नमः
ॐ सौम्याय नमः
ॐ सुरवन्द्याय नमः
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube