Shani Nakshatra Parivartan: વૈદિક જ્યોતિષ મુજબ કુંડળીમાં શનિ ગ્રહનું શુભ રાશિ અને નક્ષત્રમાં હોવું એ ભાગ્યોદયનું કારણ બને છે. આ જ કારણ છે સમયાંતરે શનિ ગ્રહના રાશિ અને નક્ષત્ર પરિવર્તનથી કે શનિની ચાલથી જાતકોના ભાગ્યમાં ઉતાર ચડાવ આવે છે. અત્રે જણાવવાનું કે તમામ નવગ્રહોમાં શનિદેવ સૌથી ધીમી ગતિથી ચાલે છે પરંતુ તેમની અસર તમામ રાશિઓ પર અન્ય ગ્રહોની સરખામણીમાં સૌથી તેજ અને વ્યાપક હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યોતિષાચાર્યો મુજબ શનિ ગ્રહના નક્ષત્ર પરિવર્તનથી દેશ દુનિયા સહિત તમામ રાશિના જાતકોના જીવન પર અસર પડે છે. હાલમાં શનિદેવ પૂર્વભાદ્રપદ નક્ષત્રમાં ગોચર કરી રહ્યા છે. આ નક્ષત્રમા શનિનું ગોચર ખુબ શુભ માનવામાં આવે છે. જે જાતકોને યોગ્ય માર્ગ પર ચાલવા માટે પ્રેરિત કરે છે. ત્યારબાદ શનિદેવ 3 ઓક્ટોબરના રોજ શતભિષા નક્ષત્રમાં પ્રવેશ કરશે. શનિદેવ 3 ઓક્ટોબર સુધી 5 રાશિઓ માટે ખુબ લકી સાબિત થઈ શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે...


મેષ રાશિ
મેષ રાશિવાળાના સાહસ, પરાક્રમ અને વિવેકમાં વધારો થશે. આવકમાં વધારા માટે તમારી યોજનાઓ સફળ થઈ શકે છે. આવકમાં વધારાથી જીવનમાં રહેણીકરણીનું સ્તર સુધરશે. વેપારમાં લાભ થવાની સાથે તમે તેના વિસ્તારની યોજના પર કામ કરશો જે લાભદાયી સિદ્ધ થશે. નવી ગાડી કે મકાન  લેવા માટે આ સમય ઉત્તમ છે. 


કર્ક રાશિ
તમારી માનસિક બેચેનીમાં કમી આવવાની શક્યતા છે. તેની સકારાત્મક અસર તમારા કામકાજ પર  પડશે. વેપાર વાણિજ્યમાં ઉછાળો આવવાના યોગ છે. જે વિદ્યાર્થીઓ અંતર્મુખી છે તેમની કમ્યુનિકેશન સ્કીલ સારી થશે. ધનલાભના યોગ છે. કૌટુંબીક જીવન સુખી રહેશે. લાઈફ પાર્ટનરનો સહયોગ મળશે. 


સિંહ રાશિ
બિઝનેસ માટે પ્રવાસ કરવાના યોગ છે. જે લાભકારી થઈ શકે છે. વિદ્યાર્થીઓને પરીક્ષાઓમાં સફળતા મળશે. ઉચ્ચ શિક્ષણ માટે સારી સંસ્થામાં પ્રવેશ થઈ શકે છે. શેર માર્કેટમાં પૈસા રોકવાનો સારો સમય છે. વેપારમાં નફાનું માર્જન વધશે. ધાર્મિક કાર્યોથી તમારી પ્રતિષ્ઠા વધશે. શાસન અને સત્તામાં તમારી ભાગીદારી વધશે. 


ધનુ રાશિ
જીવનમાં આર્થિક પ્રગતિના યોગ છે. ધનનો પ્રવાહ વધશે. લાઈફસ્ટાઈલ ચેન્જ થશે. કોટુંબિક ખુશીઓ વધશે. નવા કાર્ય કે વેપારની શરૂઆત થઈ શકે છે. સંબંધીઓનો સહયોગ મળશે. વિદ્યાર્થીઓને પરીક્ષામાં સારા માર્ક્સ અને પરિણામ આવશે. મોટા વેપારીઓને સારા મેનેજર મળવાથી વેપારમાં મજબૂતી આવશે. 


કુંભ રાશિ
તમારા જીવનમાં સુખ અને શાંતિનો વિકાસ થશે. ભૌતિક સુવિધાઓ વધશે. ઘરમાં નવું વાહન આવવાના યોગ છે. ઘરના કોઈ વડીલની તબિયતમાં સુધારો થવાથી ચિંતામાં ઘટાડો થશે. મિત્રોની મદદથી અટકેલા કામ પાર પડશે. બિઝનેસમાં પ્રગતિ થશે અને નફામાં ઉછાળો આવશે. સાસરી પક્ષથી લાભ થવાના યોગ છે. 



 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)