Shanidev: હિન્દુ ધર્મમાં દિવાળીનો તહેવાર સૌથી ખાસ હોય છે. દિવાળીને હિન્દુ નવ વર્ષ તરીકે પણ ઉજવવામાં આવે છે. દિવાળીએ લક્ષ્મી પૂજા થાય છે અને પછી બીજા દિવસથી નવા વર્ષની શરૂઆત થાય છે. આ વર્ષની દિવાળી ગ્રહોની સ્થિતિના કારણે પણ વિશેષ બની જવાની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વર્ષે દિવાળી 31 ઓક્ટોબર અને 1 નવેમ્બર એમ બે દિવસે આવી રહી છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર 30 વર્ષ પછી દિવાળી પર મહાસંયોગ પણ બની રહ્યો છે. દિવાળીના બે દિવસ દરમિયાન કર્મ ફળના દાતા શનિદેવ પોતાની મૂળ ત્રિકોણ રાશી કુંભમાં ગોચર કરશે અને સાથે જ શક્તિશાળી  શશ રાજયોગ બનાવશે. આ યોગ ઉપરાંત બુધ અને શુક્ર વૃશ્ચિક રાશિમાં લક્ષ્મીનારાયણ યોગ બનાવશે. જેના કારણે પાંચ રાશિના લોકો માટે દિવાળી લાભકારી સાબિત થશે. 


આ પણ વાંચો: Weekly Horoscope: 21 થી 27 ઓક્ટોબર સુધીનો સમય 12 રાશિઓ માટે કેટલો શુભ ? જાણો


મેષ રાશિ 


શશ અને લક્ષ્મી નારાયણ યોગ મેષ રાશિની આવક વધારશે. વેપારમાં વૃદ્ધિ થશે. નોકરીમાં લાભ થવાના યોગ. માન સન્માન વધશે. વેપારમાં ભાગીદારી વધશે. વ્યવસાય અને આર્થિક ક્ષેત્ર જોડાયેલા લોકોનું સન્માન વધશે. જુના કરજથી મુક્તિ મળશે. વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળતા મળશે. ક્રોધ ઘટશે. મન શાંત રહેશે. 


સિંહ રાશિ 


દિવાળી પર ધનલાભ થવાના યોગ બની રહ્યા છે. આવકમાં વધારો થશે. નોકરી કરતા લોકોને સફળતા મળશે. બોનસ મળી શકે છે. કામ ધંધાનો વિસ્તાર થશે. કરજથી મુક્તિ મળશે. વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળતા મળશે. આત્મવિશ્વાસ વધશે. પારિવારિક જીવન સુખમય રહેશે. 


આ પણ વાંચો:બુધ અને શુક્રની યુતિ બનાવશે માલામાલ : આ 4 રાશિઓની સુધરી જવાની છે દિવાળી


તુલા રાશિ 


આવક વધવાથી આર્થિક સ્થિતિ મજબૂત થશે. ધનનું સંકટ દૂર થવાના યોગ બની રહ્યા છે. વેપારમાં લાભ થશે. વેપારનો વિસ્તાર થશે. શિક્ષા અને લેખન ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને પુરસ્કાર મળી શકે છે. સમાજમાં માન સન્માન વધશે. માનસિક શાંતિ મળશે. પારિવારિક જીવન સુખમય રહેશે. 


ધન રાશિ 


ધન રાશીના લોકોને શશ યોગ અને લક્ષ્મી નારાયણ યોગ અચાનક ધનલાભ કરાવશે. નોકરીમાં પ્રમોશન મળી શકે છે. વેપારનો વિસ્તાર થશે. સારા કામ માટે સન્માન મળી શકે છે. નોકરી શોધતા લોકોને સફળતા મળશે. આત્મવિશ્વાસ વધશે. રોગથી મુક્તિ મળશે. પારિવારિક જીવનમાં ખુશીઓ વધશે. 


આ પણ વાંચો:બુધ અને શનિની નવપંચમ દૃષ્ટિ ફળશે 3 રાશિને, સફળતા, સમૃધ્ધિ અને ધન બધું મળશે એક સાથે


કુંભ રાશિ 


અચાનક ધન લાભ થવાના યોગ. નોકરીમાં પ્રગતિની તકો મળશે. આવકના નવા સ્ત્રોત ખુલશે. વેપારમાં લાભ થશે. નવી શરૂઆત કરવા માટે સારો સમય. ધન લાભ પણ થઈ શકે છે. સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થશે. વૈવાહિક જીવનમાં સુખ વધશે. સ્વાસ્થ્ય સારું રહેશે. ક્રોધ પર કાબુ રાખવો.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)