વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં શનિ ગ્રહને ન્યાના દેવતા કે ગ્રહોના ન્યાયાધીશ ગણવામાં આવ્યા છે. શનિ દેવ કર્મફળ દાતા છે. 30 વર્ષ બાદ શનિ પોતાની સ્વરાશિ કુંભમાં બિરાજમાન છે અને આવનારા વર્ષ 2024માં પણ તેઓ આ રાશિમાં રહેશે. શનિ વર્ષ 2024માં રાશિ પરિવર્તન તો નહીં કરે પરંતુ પોતાની સ્થિતિમાં ફેરફાર જરૂર લાવશે.  વર્ષ 2024માં શનિ કુંભ રાશિમાં વક્રી અને માર્ગી થશે. 29 જૂન 2024થી 15 નવેમ્બર 2024 સુધી શનિ વક્રી અવસ્થા એટલે કે ઉલ્ટી ચાલ ચલશે. ત્યારબાદ 11 ફેબ્રુઆરી 2024થી 18 માર્ચ 2024 વચ્ચે શનિ અસ્ત રહેશે. 18 માર્ચ 2024ના રોજ સનિ ફરીથી ઉદય થશે. જાણો શનિની સ્થિતિ કઈ કઈ રાશિઓને વર્ષ 2024માં લાભ કરાવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે શનિની સ્થિતિ ખુબ જ લાભકારી રહેવાની છે. 2024માં તમારા જીવનમાં સુખ સુવિધાઓમાં વધારો થશે. કરિયરમાં સફળતાની સાથે સાથે પદોન્નતિ પણ મળી શકે છે. વેપારીઓને ફાયદો  થશે. શનિકૃપાથી ધનલાભ થશે. 


વૃષભ રાશિ
વૃષભ રાશિવાળા માટે શનિદેવની કૃપાથી વર્ષ 2024 અત્યંત શુભ રહેવાનું છે. તમને આવકના નવા સાધનો મળી શકે છે. વેપારીઓને કારોબારનો વિસ્તાર મળી શકે છે. શનિની સ્થિતિથી તમને કાર્યસ્થળ પર નવી જવાબદારી મળવાની પ્રબળ શક્યતા છે. 


તુલા રાશિ
તુલા રાશિવાળા માટે શનિની અવસ્થા વર્ષ 2024માં અત્યંત શુભ રહેવાની છે. તમને શનિની કૃપાથી માન સન્માન મળશે. ધનની બચત કરવામાં સફળ રહેશો. કેટલાક જાતકોને વિદેશ જવાની તક મળી શકે છે. કામકાજ સારું રહેશે. 


ધનુ રાશિ
ધનુ રાશિવાળા માટે વર્ષ 2024 શનિદેવના આશીર્વાદથી શુભ રહેશે. નવા વર્ષમાં તમને ભાગ્યનો ભરપૂર સાથ મળશે. ભાગ્યની મહેરબાનીથી તમારા કેટલાક અટકેલા કામો પૂરા થશે. નોકરીમાં પ્રગતિની સાથે ફેરફારના પણ યોગ છે. શનિની અવસ્થા તમને કરિયરમાં લાભની સાથે આર્થિક ઉન્નતિ પણ અપાવી શકે છે. 


મકર રાશિ
મકર રાશિવાળા માટે વર્ષ 2024 અત્યંત લાભકારી રહેશે. મકર રાશિનો સ્વામી ગ્રહ શનિ છે. હાલ મકર રાશિવાળા પર શનિની સાડા સાતીનો પ્રભાવ છે અને વર્ષ 2024માં પણ શનિની સાડાસાતી રહેશે. જો કે શનિ સ્વામી ગ્રહ હોવાના કારણે મકર રાશિવાળાને પ્રોફેશનલ લાઈફમાં ઉપલબ્ધિ મળશે. તમે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં સફળ રહેશો. આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી થશે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube