તમામ દેવતાઓમાં શનિદેવને ખુબ જ નિષ્ઠુર દેવતા ગણવામાં આવે છે. એવું કહે છે કે જેના પર તેઓ નારાજ થઈ જાય તેમના જીવનમાંથી ખુશીઓ ગાયબ થતા વાર લાગતી નથી. જો કે તેમાં સંપૂર્ણ સચ્ચાઈ પણ નથી. અસલમાં તેઓ ન્યાયના દેવતા છે અને લોકોને તેમના કર્મો મુજબ ફળ આપે છે. પોતાના આ કાર્યમાં તેઓ જરાય બેદરકારી વર્તતા નથી અને એટલે જ અનેક લોકો અજ્ઞાનવશ થઈને તેમને નિષ્ઠુર ગણઆવે છે. જ્યારે સચ્ચાઈ છે એ છે કે તેઓ દરેક જીવ સાથે ન્યાય કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધર્મરાજ શનિના ક્રોધથી દરેક ડરે છે અને તેમને શાંત કરવા માટે શાસ્ત્રોમાં વિવિધ ઉપાયો પણ જણાવવામાં આવ્યા છે. શનિદેવ નિયમિત રીતે પોતાના રાશિઓમાં ફેરફાર લાવતા રહે છે. તેમના આ ગોચરથી અનેક રાશિઓનું ભલુ થાય છે તો કેટલાક માટે મુશ્કેલીઓના પહાડ ઊભા થઈ જાય છે. હવે શનિદેવ ઓગસ્ટમાં 3 રાશિઓના જીવનમાં ઉથલપાથલ મચાવી શકે છે. જાણો તે રાશિઓ વિશે અને શનિદેવના કોપથી બચવા માટેના ઉપાયો પણ ખાસ જાણો. 


ઓગસ્ટમાં આ રાશિઓ પર ભારે રહેશે શનિદેવની દ્રષ્ટિ


કુંભ રાશિ
આગામી મહિનો તમારા માટે કભી ખુશી કભી ગમ જેવો રહેશે. તમારી કુંડળીમાં ષડાષ્ટક દોષ બની રહ્યો છે. આ દોષના કારણે તમારા જીવનમાં કેટલીક પરેશાનીઓ આવી શકે છે. પરંતુ તમારે શાંત અને સંયમી રહીને તેનો ઉકેલ લાવવો પડશે. જો તમે ક્રોધમાં કોઈ ખોટો નિર્ણય લીધો તો તેનું નુકસાન ઉઠાવવું પડી શકે છે. તમરે ખોટા લોકોનો સાથ તરત છોડવો પડશે અને જરૂરિયાતવાળાને મદદ કરવી જોઈએ. 


મકર રાશિ
ઓગસ્ટ 2024માં રાહુની પંચમ દ્રષ્ટિ તમારા પર પડી રહી છે. આથી તમારા પાર્ટનર પ્રત્યે વફાદાર રહેજો. તેને સન્માન આપો. તેમના પ્રત્યે અનાદર કે દગો દેવાથી તમે શનિના ક્રોધનો ભોગ બની શકો છો. તમારી સામાજિક પ્રતિષ્ઠા દાવ પર  લાગી શકે છે અને ભારે આર્થિક નુકસાન પણ સહન કરવું પડી શકે છે. આગામી મહિને તમારી કુંડળીમાં નવમ-પંચમ રાજયોગ પણ બની રહ્યો છે. જેના પરિણામ સ્વરૂપે તમારા ઘરમાં કોઈ ધાર્મિક કાર્યક્રમ યોજાઈ શકે છે. 


સિંહ રાશિ
ઓગસ્ટમાં તમારી રાશિમાં લક્ષ્મી નારાયણ યોગ બનવા જઈ રહ્યો છે. આ એક શુભ યોગ છે. જેનાથી તમારી આવકમાં વધારો થશે અને અટકેલા કામો પૂરા થઈ શકે છે. લીધેલી લોન ધીરે ધીરે ચૂકતી થતી રહેશે. તમારા જીવન સંલગ્ન કેટલાક મોટા નિર્ણયો કરવા પડી શકે છે. માંસાહાર અને મદિરાપાનથી દૂર રહો. કોઈનું અપમાન ન કરો નહીં તો શનિદેવ તમને કડક સજા આપી શકે છે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)