નવી દિલ્હીઃ વર્ષ 2023માં શનિ રાશિ પરિવર્તન થશે. શનિ 30 વર્ષ બાદ પોતાની સ્વરાશિ કુંભમાં પ્રવેશ કરશે. કુંભ રાશિમાં શનિના ગોચરથી કેટલીક રાશિઓને લાભ થશે. શનિદેવના આશીર્વાદથી નવા વર્ષમાં આ રાશિના જાતકોને કાર્યોમાં સફળતા મળશે. આ સાથે કરિયરમાં પ્રગતિનો યોગ બનશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શનિવેદને ન્યાય દેવતા તથા કર્મ ફળદાતા કહેવામાં આવે છે. શનિવેદ જાતકને તેના કર્મોના આધાર પર શુભ-અશુભ મળ પ્રદાન કરે છે. જ્યોતિષીય ગણના અનુસાર જાતકની જન્મકુંડળીમાં શનિવેદની સ્થિતિ શુભ થવા પર જીવનમાં સફળતા મળે છે. શનિદેવના શુભ સ્થિતિમાં હોવા પર સુખ-સુવિધાઓ પણ પ્રાપ્ત થાય છે. 


જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વર્ષ 2023માં કેટલીક રાશિઓ પર શનિવેદની અસીમ કૃપા રહેવાની છે. આ સમયમાં તે જાતકોની મુશ્કેલી દૂર થશે. કાર્યોમાં સફળતા મળશે. જાણો કઈ રાશિ પર શનિદેવની કૃપા થશે. 


વૃષભ રાશિઃ વર્ષ 2023માં વૃષભ રાશિના જાતકો પર શનિવેદની વિશેષ કૃપા રહેશે. આ દરમિયાન તમને કરિયર તથા વેપારમાં નવા અવસર પ્રાપ્ત થશે. તમારી કુંડળીના 10માં ભાવમાં શનિ ગોચર થવાથી તમારા જીવનમાં સકારાત્મક પરિણામ પ્રાપ્ત થશે. રોજગારની શોધ કરનાર જાતકોને નોકરીમાં સારો પ્રસ્તાવ મળી શકે છે. 


આ પણ વાંચો- વર્ષ પુરૂ થતાં પહેલાં કરવા છે લગ્ન, તો ઘોડી ચઢવાના 8 શુભ મુહૂર્ત છે બાકી


મિથુન રાશિઃ મિથુન રાશિ માટે આ સમય અનુકૂળ રહેવાનો છે. આવનારા નવા વર્ષમાં શનિવેદના આશીર્વાદથી તમારૂ ભાગ્ય ચમકી શકે છે. ભાગ્યનો સાથ મળશે. લાંબા સમટથી અટકેલા કામ પૂરા થશે. આવકનો નવો માર્ગ ખુલશે. જમીન તથા સંપત્તિ સાથે જોડાયેલા વિવાદ હલ થશે. વેપારીઓને લાભ થશે. 


મકર રાશિઃ મકર રાશિ માટે શનિ ગોચરના શુભ પરિણામ પ્રાપ્ત થશે. નવા વર્ષમાં શનિદેવ પોતાની રાશિના બીજા ભાવમાં ગોચર કરશે. તેને ધન તથા વાણીનું સ્થાન માનવામાં આવ્યું છે. આ દરમિયાન તમને અચાનક ધનલાભ થઈ શકે છે. આર્થિક સ્થિતિમાં સુધાર થશે. આવકના નવા સાધન બનશે. મહેનતનું ફળ મળશે. 


(આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે તે દાવો કરતા નથી કે તે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તમે કોઈ નિષ્ણાંતની સલાહ લઈ શકો છો)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube