Shaniwar ke Upay: શનિવારના દિવસે કરેલા આ ઉપાયથી શનિદેવ થાય છે પ્રસન્ન, જીવનના કષ્ટ થશે દુર
Shaniwar ke Upay: બ્રહ્મ પુરાણના 118 માં અધ્યાયમાં શનિદેવે પોતે શનિવારે કરવાના કેટલાક ઉપાયો જણાવ્યા છે. શનિવારના દિવસે એક સરળ કામ કરી લેવાથી પણ વ્યક્તિ શનિ દોષથી મુક્ત થઈ શકે છે. અને શનિદેવનો ક્રોધ શાંત થઈ જાય છે.
Shaniwar ke Upay: શનિદેવને ન્યાયના દેવતા પણ કહેવાય છે. તે દરેક વ્યક્તિને પૂર્વ જન્મથી લઈને વર્તમાનમાં કરેલા કર્મનું ફળ આપે છે. વ્યક્તિને કર્મ અનુસાર દંડ પણ શનિદેવ આપે છે. શનિદેવ જ્યારે કર્મ અનુસાર ફળ આપે છે તો જીવનમાં કષ્ટ પણ વધે છે. આવી સ્થિતિમાં જ્યોતિષશાસ્ત્રમાં દર્શાવેલા કેટલાક ઉપાય શનિદેવનો ક્રોધ શાંત કરી શકે છે.
શનિના પ્રકોપથી બચવાના ઉપાય
આ પણ વાંચો: Roti Upay:રોટલી ગણીને ક્યારેય ન બનાવો, મહેનત કરીને મરી જાશો પણ બે છેડા ભેગા નહીં થાય
કર્મ અનુસાર ફળ આપતા હોવા છતાં શનિદેવ લોકો પ્રત્યે દયા ભાવ રાખે છે. શનિદેવ કોઈ વ્યક્તિને કારણ વિના દંડ દેતા નથી. જો વ્યક્તિ સત્કર્મ કરે છે તો તે શનિદેવના કોપથી બચે છે. શનિ દેવના દંડથી બચવું હોય તો કેટલાક ઉપાયો પણ જણાવવામાં આવ્યા છે. ખાસ કરીને જે રાશિના લોકોની સાડાસતી કે પનોતી ચાલતી હોય તેમણે આ ઉપાયો કરવા જોઈએ.
બ્રહ્મ પુરાણનો અચૂક ઉપાય
આ પણ વાંચો: Sindoor Upay: એક ચપટી સિંદૂર ભાગ્ય બદલી પણ શકે છે અને બગાડી પણ શકે છે, જાણો ખાસ નિયમ
બ્રહ્મ પુરાણના 118 માં અધ્યાયમાં શનિદેવે પોતે કહ્યું છે કે, જે વ્યક્તિ શનિવારના દિવસે પીપળાના ઝાડનો સ્પર્શ કરી તેની પૂજા કરશે તેના બધા જ કાર્ય નિર્વિઘ્ન સિદ્ધ થશે. શનિવારે પીપળાની પૂજા કરનાર વ્યક્તિને શનિ સંબંધિત કોઈપણ પીડા સહન કરવી નહીં પડે. જે લોકો શનિવારે સવારે જાગી પીપળાના ઝાડને સ્પર્શ પણ કરી લેશે તેને શનિ સંબંધિત કષ્ટ નહીં થાય.
શનિવારનો અચૂક ઉપાય
આ પણ વાંચો: આ દિશામાં હોય છે માં લક્ષ્મી અને શિવજીનો વાસ, અહીં આ વસ્તુ રાખવાથી દુર થશે ધનની તંગી
શનિવારના દિવસે પીપળાને બંને હાથે સ્પર્શ કરી ઓમ નમઃ શિવાય 108 વખત બોલવું. આમ કરવાથી કોઈપણ પ્રકારનું દુઃખ હોય સમસ્યા હોય કે ગ્રહ દોષ હોય તો તે દૂર થઈ જાય છે. પદ્મ પુરાણમાં પણ કહેવામાં આવ્યું છે કે શનિવારના દિવસે પીપળાને જળ અર્પણ કરી સંધ્યા સમયે દીવો કરવો જોઈએ. તેનાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને કષ્ટોનું નિવારણ થઈ જાય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)