Shaniwar Ke Upay: શનિવારનો દિવસ શનિદેવની આરાધના કરવા માટે વિશેષ ગણાય છે. તેમાં પણ શ્રાવણ મહિનોમાં આવતો શનિવાર વિશેષ ફળ આપનાર હોય છે. શ્રાવણ મહિનાના શનિવારે જો શિવ પૂજા સહિતના કેટલાક કામ કરવામાં આવે તો શનિ સંબંધિત દોષ, સાડાસાતીની પીડા, ઢૈયાનો પ્રભાવ પણ દૂર થઈ જાય છે. જો કુંડળીમાં શનિ ગ્રહ સંબંધિત કોઈ દોષ હોય તો શનિવારના દિવસે કેટલાક ખાસ કામ કરવા જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Budhaditya Yog 2024: બુધાદિત્ય યોગ આ 3 રાશિના લોકોને ફળશે, ભરાઈ જશે ખાલી તિજોરી


શનિવારે કરેલા કેટલાક સરળ કાર્ય પણ જીવનમાંથી સંકટ દૂર કરી શકે છે. જ્યારે સાડાસાતી ચાલતી હોય અથવા તો ઢૈયાનો પ્રભાવ હોય કે પછી શનિદોષ હોય તો જીવનમાં આર્થિક શારીરિક અને માનસિક સમસ્યાઓ સતત વધે. આ પ્રકારની સમસ્યાઓથી મુક્તિ મેળવવી પણ ખૂબ જ સરળ છે. શ્રાવણ મહિનામાં આવતા શનિવારે જો વિધિ વિધાનથી આ કાર્યો કરી લેવામાં આવે તો શનિ સંબંધિત કષ્ટથી મુક્તિ મળી જાય છે. તો ચાલો તમને જણાવી દઈએ શનિવારે કરવાના કેટલાક ઉપાયો વિશે જે ચમત્કારી ફળ આપે છે.


શનિવારના ઉપાય 


આ પણ વાંચો: દૈનિક રાશિફળ 17 ઓગસ્ટ: આજે મકર રાશિના લોકો કાર્યમાં પ્રગતિ કરશે, વાંચો આજનું રાશિફળ


1. જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિ સંબંધિત દોષ દૂર કરવા હોય તો શિવલિંગ પર જળ અર્પણ કરીને કાળા તલ ચઢાવવા જોઈએ. ત્યાર પછી શિવ ચાલીસાનો પાઠ કરવો. આ ઉપાય કરવાથી શનિના અશુભ પ્રભાવથી બચી શકાય છે. 


2. શનિવારે સરસવના તેલનું દાન કરવું પણ શુભ ગણાય છે. શનિવારે એક વાટકીમાં સરસવનું તેલ લઈ તેમાં પોતાની છાયા જોયા પછી શનિ મંદિરમાં તેને દાન કરી દો. શનિવારના દિવસે ગરીબો અને જરૂરીયાત મંદોને પણ દાન કરી શકાય છે. 


આ પણ વાંચો: Kendra Drishti Yog: 19 ઓગસ્ટથી 3 રાશિઓનું ભાગ્ય પલટી મારશે, કરોડપતિ બનવાના પ્રબળ યોગ


3. શનિવારે શિવલિંગ પર 108 બિલીપત્ર અર્પણ કરો. સાથે જ અડદની દાળ, કાળા જૂતા, કાળા વસ્ત્રનું દાન કરવું. 


4. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં સુખ, સમૃદ્ધિ માટે શનિવારના દિવસે કાળા ઘોડાની નાળનો આ ઉપાય કરવો. શનિવારે ઘરના મુખ્ય દરવાજા પર ઘોડાની નાળ લગાવો. આ કામ કરવાથી પરિવારના સભ્યોને દરેક ક્ષેત્રમાં સફળતા મળવા લાગશે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)