Shani Upay: શનિદેવને ન્યાયના દેવતા અને ન્યાયાધીશ પણ કહે છે. શનિના પ્રકોપથી ભગવાન પણ બચી શક્યા નથી. શનિદેવને કર્મ ફળના દાતા કહેવાય છે. જે રીતે શનિના ક્રોધથી કોઈ બચી શકતું નથી તે જ રીતે જો કોઈ વ્યક્તિ પર શનિદેવની કૃપા થઈ જાય તો તે રંકમાંથી પણ રાજા બની જાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: 9 એપ્રિલે બુધ બદલશે નક્ષત્ર, ચમકી જાશે આ 3 રાશિની કિસ્મત, કારર્કિદી માટે સુવર્ણ સમય


જે વ્યક્તિ પર શનિની ઢૈયા કે સાડાસાતી ચાલતી હોય તે વ્યક્તિના જીવનમાં દરિદ્રતા સહિતની સમસ્યાઓ છવાઈ જાય છે. આ સમય દરમિયાન વ્યક્તિને અલગ અલગ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે. જોકે શનિદેવ સંબંધિત આ સમસ્યાઓને દૂર કરવા ના કેટલાક ઉપાય પણ છે. શનિવારે આ કામ કરી લેવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે. સાડાસાતીના કારણે જીવનમાં જે સમસ્યાઓ ઊભી થઈ હોય તે આ ઉપાય કરવાથી દૂર થઈ શકે છે. 


શનિ સંબંધિત સમસ્યા દૂર કરવાના ઉપાય


આ પણ વાંચો: Budh Uday 2024: 15 માર્ચે બુધના ઉદય સાથે વૃષભ, મિથુન સહિત 4 રાશિઓનો થશે ભાગ્યોદય


- દર શનિવારે શનિદેવની પૂજા કરો. પૂજામાં સિંદૂર, સરસવનું તેલ, કાળા તલ પણ અર્પણ કરવા. આ સાથે જ સરસવના તેલનો દીવો પીપળાની નીચે કરવો. 


- શનિવારના દિવસે કાળી ગાયની સેવા કરવી. આમ કરવાથી સાડાસાતીનો પ્રકોપ દૂર થઈ જાય છે. આ દિવસે ગાયને ઘાસ ખવડાવી અને રોટલી ખવડાવીને તેની પૂજા કરવી જોઈએ. 


- શનિવારે સવારે વહેલા જાગી સ્નાન કરીને કૃશના આસન પર બેસી શનિની પંચોપચાર વિધિથી પૂજા કરવી. ત્યાર પછી રુદ્રાક્ષની માળાથી કોઈપણ શનિ મંત્રનો 108 વખત ઝાપ કરવો. આમ કરવાથી શનિદેવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને તેમનો ક્રોધ શાંત થાય છે. 


આ પણ વાંચો: હોળીના રંગોના આ ઉપાયો છે ચમત્કારિક, આર્થિક તંગી અને ગ્રહદોષથી એક રાતમાં મુક્તિ મળશે


- શનિવારના દિવસે ભૈરવ બાબાની ઉપાસના કરવી પણ શુભ ગણાય છે. આ દિવસે તેમને તેલનો દીવો અર્પણ કરવો સાથે જ દીવામાં કાળા તલ ઉમેરી દેવા.


- શનિવારના દિવસે પીપળાના ઝાડની નીચે સરસવના તેલનો દીવો કરવો સાથે જ પીપળાને દૂધ અર્પણ કરી ધૂપ કરવો. દર શનિવારે આ ઉપાય કરવાથી શનિની દશા સુધરે છે અને તેમની કૃપા પ્રાપ્ત થાય છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)