Sharad Purnima 2023: તા.૨૮/૧૦/૨૩ શનિવાર ના રોજ આસો સુદ ૧૫ છે અને આ દિવસે ચંદ્ર ગ્રહણ ( ખંડગ્રાસ ) પણ છે જે ભારત માં દેખાશે એટલે ધાર્મિક રીતે પાળવાનું રહે છે. દૂધ પૌંઆનો પ્રસાદ રવિવાર રાત્રે ચંદ્ર સમક્ષ અર્પણ કરી તરત ઘરે લાવી શરદ પૂનમ ઉજવવી. કેટલાક મત મુજબ કરી શકાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગ્રહણ............સમય...
ગ્રહણ સ્પર્શ : ૨૩:૩૧:૪૪
ગ્રહણ મધ્ય : ૨૫:૪૪:૦૦
ગ્રહણ મોક્ષ : ૨૭:૫૬:૧૯


ગ્રહણ સુતક : ૧૬:૦૫:૦૦
પુણ્ય કાળ : દાન, ધર્મ હેતુ રવિવારના દિવસ દરમિયાન


શરદ પૂનમનું મહત્વ
શરદ પૂનમ નું મહત્વ આપણે ત્યાં ખૂબ છે જેના કેટલાક કારણ પણ ગ્રંથો અને વિદ્વાનો પાસેથી જાણવા મળે છે. ચંદ્ર દર્શન રાત્રે થાય છે, પૂનમના દિવસે ચંદ્ર પોતાની પૂર્ણ કળા સાથે ધરતી પર અમૃતત્ત્વ વરસાવે છે, સૂર્ય અને ચંદ્ર ના કિરણો પૃથ્વી પર દરેક જીવ, વનસ્પતિ, જળ, આબોહવા, પર્યાવરણ પર ખૂબ અસર કરતા હોય છે, અને કેટલાક કિરણો મનુષ્યના મન અને તન માટે પણ ઉપયોગી હોય છે તેવું વિદ્વાનો પાસેથી પણ જાણવા મળે છે, ચંદ્રના કિરણો વનસ્પતિની વૃદ્ધિ, માટે પણ ઉપયોગી હોવાનું પણ ઘણીવાર જાણવા મળે છે. 


શરદઋતુમાં ચંદ્રના કિરણો પૃથ્વીના પર્યાવરણ અને જીવ પર વિશેષ પ્રભાવ પાડે છે અને ચંદ્ર જળ તત્વ એટલે પ્રવાહી અને સફેદ રંગ પર પ્રભુત્વ ધરાવે છે, દૂધ પ્રવાહી અને સફેદ છે તેમજ માનવ માટે એક પ્રકારનું અમૃત્વ પણ છે, જે શરીર માટે ખૂબ જરૂરી છે. 


દૂધ પૌઆ શાં માટે?
ચોખા જેમાં જળનો પ્રભાવ છે અને સફેદ રંગ ધરાવે છે ચોખા લગભગ દરેક જગ્યાએ ઉપયોગી થતા હોવાનું ધાર્મિક મહત્વ પણ છે, માટે દૂધ સાથે ચોખા કે ચોખાની બનાવટ પૌંઆનો ઉપયોગ કરવાની વાત જાણવા મળે છે. દૂધ અને પૌંઆ ભેગા કરી તેમાં સાકાર નાખી રાત્રે ચંદ્ર ને પ્રસાદી રૂપે અર્પણ કરાય છે કેમકે ચંદ્રને આપણે પ્રત્યક્ષ દેવ તરીકે પણ પૂજીએ છીએ જે આપણા મન પર પણ અસર કરે છે જેથી આપણે ખુશી અનુભવીએ છીએ,  ચંદ્ર સમક્ષ દૂધ, પૌઆ, સાકાર અર્પણ કરવાથી તેના પર ચંદ્રના કિરણોના પ્રભાવથી તેમાં ચંદ્રના કિરણોમા રહેલ અમૃતવનો પ્રભાવ પણ પડે છે. 


ગ્રહણ દરમિયાન ચંદ્ર પીડિત
ચંદ્ર ગ્રહણ દરમિયાન ચંદ્ર પીડિત થાય છે અને વાતાવરણમાં એક નકારાત્મક ઉર્જા નો સંચાર થાય છે તેવી ધાર્મિક વાત જાણવા મળે છે માટે તેને માર્ગદર્શન મુજબ અનુસરતા હોઈએ છીએ ગ્રહણ એ ખગોળીય ઘટના છે તો જ્યોતિષ શાસ્ત્રમાં અશુભ યોગ અને તંત્રશાસ્ત્રમાં ગ્રહણ ને સિદ્ધયોગ પણ કહ્યો છે માટે કેટલાક તંત્ર શાસ્ત્રમાં શ્રદ્ધા રાખનાર આ દિવસે મંત્ર સિદ્ધિ કરવામાં ધ્યાન આપતા હોવાનું માલુમ પડેલ છે. યોગ્ય માર્ગદર્શન કે પ્રાંતિય પ્રથા મુજબ દિવસને અનુસરવું.


(સાભાર- ડો. હેમીલ પી લાઠીયા જ્યોતિષાચાર્ય)