Shardiya Navratri 2024 Colours: શારદીય નવરાત્રિ ઉત્સવની નવરાત્રિ હોય છે. તેથી ભક્તોને ચારેય નવરાત્રિમાં શારદીય નવરાત્રિની આતૂરતા વધુ રહે છે. તેમાં માતા દુર્ગાની પૂજા કરવામાં આવે છે, વિશાળ દુર્ગા પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવે છે. ગરબા રમવામાં આવે છે. દર વર્ષે માતારાણીના આગમન-પ્રસ્થાનની સવારીથી ઘણા મહત્વપૂર્ણ સંકેત મળે છે. નવરાત્રિના પ્રારંભ અને સમાપનના દિવસે માતાના આગમન અને પ્રસ્થાનની સવારી નક્કી થાય છે. આ વર્ષે શારદીય નવરાત્રિ 3 ઓક્ટોબર, 2024 ગુરૂવારથી શરૂ થઈ રહી છે અને 11 ઓક્ટોબર, 2024 શુક્રવારે નવમીના દિવસે સમાપ્ત થશે. જાણો આ વખતે માતાની સવારી શું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માતાના આગમનની સવારી
આસો સુદ એકમથી શારદીય નવરાત્રિ શરૂ થાય છે, આ દિવસે ઘટ સ્થાપના થાય છે અને નવમીના દિવસે સમાપ્ત થાય છે. આ વર્ષે 3 ઓક્ટોબર 2024, ગુરૂવારે નવરાત્રિ શરૂ થઈ રહી છે, જેમાં માતા દુર્ગા પાલખીમાં સવાર થઈને આવી રહ્યાં છે. આમ તો પાલખીની સવારી શુભ માનવામાં આવે છે પરંતુ તે આંશિક મહામારી લાવે છે. કારણ કે આ સમયે મંકીપોક્સ ખુબ ચર્ચામાં છે અને સંક્રમણ ફેલાવી રહ્યું છે. તેવામાં માતાની સવારીનો આ સંકેત ખુબ સારો કહી ન શકાય. તે દેશ-દુનિયામાં કોઈ મહામારી ફેલાવાની આશંકા ઉભી કરી રહ્યો છે. 


આ પણ વાંચોઃ વર્ષના અંતમાં શુક્ર-શનિની યુતિ, વર્ષ 2025માં આ જાતકો બની શકે છે ધનવાન, થશે લાભ


પ્રસ્થાનની સવારી પણ ખતરનાક
આ રીતે શારદીય નવરાત્રિમાં માતા દુર્ગાના પ્રસ્થાનની સવારી પણ અશુભ સંકેત આપી રહી છે. શુક્રવારના દિવસે નવરાત્રિ સમાપ્ત થાય છે. જેમાં માતા દુર્ગાનું પ્રસ્થાન ચરણયુધ (મોટા પંજાવાળો મુરઘો) પર થશે. માતા દુર્ગાની મુરઘાની સવારી દેશ-દુનિયા પર ખરાબ અસર પાડશે. તે યુદ્ધ, આપદાનો ખતરો, રાજકીય ઉથલપાથલ તરફ ઇશારો આપે છે. 


(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. ધાર્મિક માહિતીના આધારે આ વાત લખવામાં આવી છે. તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો)